ગાંધીનગર– ગુજરાત વિધાનસભાનું સત્ર બીજી જુલાઈએ મળશે. અને આ સત્ર 21 દિવસ ચાલશે. તેમ જ આ સત્રમાં જ રાજ્યનું પૂર્ણ બજેટ રજૂ થશે. જેને નાણાંપ્રધાન નિતીન પટેલ રજૂ કરશે. પ્રદીપસિંહ જાડેજાએ આ માહિતી આપી હતી. જાડેજાS જણાવ્યું કે ચૌદમી ગુજરાત વિધાનસભાનું ચોથુx સત્ર આગામી તા. ૦૨/૦૭/૨૦૧૯ને મંગળવારથી મળશે. સત્રના પ્રથમ દિવસે સન – ૨૦૧૯/૨૦ માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. ગત સત્રમાં એપ્રિલ, મે, જૂન અને જૂલાઇ એમ ચાર મહિના માટે લેખાનુદાન – વોટ ઓન એકાઉન્ટ લેવામાં આવ્યું હતું.
આ સત્રમાં સરકારી વિધેયકો, વિનીયોગ વિધેયક અને કર સંબંધr વિધેયકો હાથ ધરવામાં આવશે. સત્ર દરમfયાન કુલ ૨૦ બેઠકો મળશે અને તા. ૨૫/૦૭/૨૦૧૯ના રોજ સત્ર સમાપ્ત થશે. સત્ર દરમ્યાન બિન સરકારી કામકાજ ત્રણ દિવસ ચાલશે, અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા ચાર દિવસ ચાલશે, વિભાગવાર માંગણીઓ ઉપરની ચર્ચા બાર દિવસ ચાલશે અને છેલ્લા દિવસનો પ્રસ્તાવ પણ હાથ ધરવામાં આવશે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે. આચારસંહિતાનો અંત આવી ગયો છે. જેથી હવે ગુજરાત વિધાનાસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભાનું સત્ર બોલાવવાની મંજૂરી આપી છે. ગુજરાત વિધાનસભાનું સત્ર 2 જુલાઈથી શરૂ થશે. પ્રથમ દિવસે રાજ્યપાલનું ભાષણ અને 2 જુલાઈએ જ ગુજરાતનું પૂર્ણ વર્ષનું બજેટ રજૂ કરાશે. આ સત્ર 21 દિવસ ચાલશે. કોંગ્રેસ પણ રાજ્ય સરકારને ઘેરવા માટે નવી રણનીતિ બનાવી સામનો કરવા મેદાનમાં આવી રહ્યો છે.