કેવડીયા- વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ આવેલો આજનો 70મો ગણતંત્ર દિવસ ખાસ બની રહ્યો હતો. અહીં 182 ફૂટ લાંબો અને 11 ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો.
દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા 182 મીટર ની સરદારપટેલ ની કેવડિયામાં બની ત્યારથી અત્યાર સુધી 7 લાખ પ્રવાસીઓ આવ્યા છે. અને આજે 70 માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી અહીંયા વિશેષ કરવામાં આવી 182 ફુટ લાંબો 11 ફુટ પહોળો તિરંગો સ્ટેચ્યુ ખાતે પરિસરમાં લહેરાવવામાં આવ્યો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી 182 ની હોઈ મહારાષ્ટ્ર રાજ્યના જાલના જિલ્લાના ગ્રુપ દ્વારા આજે સ્ટેચ્યુ પર 182 ફૂટ લાંબો અને 11 ફૂટ પહોળો તિરંગો લહેરાવી એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને લોકોમાં વહેતુ મૂક્યું. જેનું પ્રવાસીઓમાં માં પણ ભારે આકર્ષણ જોવા મળ્યું. આ ગ્રુપની ઈચ્છા એવી પણ છે.કે 182 ફૂટ લાંબો તિરંગો લહેરાવી લિમ્કા બૂક અને ઇન્ડિયા બૂકમાં નામ નોંધાય. તે માટેની તેમની તૈયારી પણ કરી હોવાની વાત કરી હતી.