સ્વિમર આર્યન નેહરા સિનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપમાં છવાયો

19 વર્ષીય સ્વિમિંગ સેન્સેશન આર્યન નેહરાએ 76મી સિનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપમાં ચાર નેશનલ રેકોર્ડ્સ (NRs) બનાવીને ટેલેન્ટ અને દૃઢ સંકલ્પના પ્રભાવશાળી પ્રદર્શન સાથે ફરી ડંકો વગાડયો છે.  આર્યન હાલમાં પ્રતિષ્ઠિત ફ્લોરિડા યુનિવર્સિટીના સ્વિમિંગ પ્રોગ્રામ હેઠળ તાલીમ લઈ રહ્યો છે, અને વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સ માટે તૈયારી કરી રહ્યો છે.

2થી 5 જુલાઈ દરમિયાન યોજાયેલી સિનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપ દરમિયાન આર્યન નેહરાએ જોરદાર પ્રદર્શન કરી 400 મીટર ફ્રીસ્ટાઇલ 3.10 સેકન્ડમાં, 3:52.55 કલાકના સમય સાથે નેશનલ રેકોર્ડ તોડ્યો હતો. ઉપરાંત 800 મીટર ફ્રીસ્ટાઇલ (8:01.81), 1,500 મીટર ફ્રીસ્ટાઇલ (15:29.76), અને 400 મીટર (4:25.62)  રેકોર્ડ્સ બનાવ્યા છે. શ્રેષ્ઠ પ્રદર્શન અને સિદ્ધિઓ માટે આર્યન નેહરાને  સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (એસએફઆઇ) દ્વારા સ્પર્ધાના શ્રેષ્ઠ પુરુષ તરવૈયાના ખિતાબથી સન્માનિત કરાયા.

આર્યન નેહરા કહે છે કે, “તેનું પ્રાથમિક ધ્યાન નક્કર પ્રદર્શન આપવા અને રેસ જીતવા પર હતું અને આ પ્રદર્શન થી ઉત્સાહિત છે.” આર્યને સ્વિમિંગ શ્રેષ્ઠ પ્રદર્શન માટે  સ્કૂલ પૂરી કર્યા બાદ અમેરિકામાં ઉચ્ચ અભ્યાસનો નિર્ણય કર્યો અને  2021માં તેમણે ફ્લોરિડા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો, જ્યાં પ્રખ્યાત સ્વિમિંગ પ્રોગ્રામમાં જોડાયા. આ પ્રોગ્રામે રાયન લોચટે, ટ્રેસી કોલ્કિન્સ અને કોનર ડ્વેર જેવા ઓલિમ્પિક ચેમ્પિયન્સ આપ્યા છે.

આર્યને કેલેબ ડ્રેસેલ, કેટી લેડેકી, નતાલી હિન્ડ્સ, રોબર્ટ ફિન્કે અને કિરેન સ્મિથ જેવા શ્રેષ્ઠ તરવૈયાઓ સાથે ખભો મિલાવી રહ્યો છે. આર્યને કહે છે કે,“ ફ્લોરિડા યુનિવર્સિટીના સ્વિમિંગ પ્રોગ્રામ સાથે મારી સફર અવિશ્વસનીયથી ઓછી નથી. વિશ્વના કેટલાક શ્રેષ્ઠ તરવૈયાઓ અને અસાધારણ કોચની સાથે તાલીમ મારા માટે ગેમ ચેન્જર રહી છે. તેમની નમ્રતા અને સમર્પણ મને દરરોજ શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રયત્ન કરવા માટે પ્રેરણા આપે છે. હું વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સમાં મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધારવા માટે કટિબદ્ધ છું.

આર્યન હાલ જાપાનના ફુકુઓકામાં 14 થી 30 જુલાઈ સુધી યોજાનાર વર્લ્ડ ચેમ્પિયનશિપ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે . તે 25 જુલાઈએ 800 મીટર અને 29 જુલાઈએ 1500 મીટર ફ્રીસ્ટાઇલ સ્પર્ધામાં ભાગ લેશે. ત્યાર બાદ તે ચીનના હાંગઝોઉમાં 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી યોજાનારી એશિયન ગેમ્સ પર નજર રાખશે. ચીનમાં આર્યન 400 મીટર ફ્રીસ્ટાઇલ, 800 મીટર ફ્રીસ્ટાઇલ, 1,500 મીટર ફ્રીસ્ટાઇલ અને 4x200m રિલેમાં ભાગ લેશે.