સુરતઃ ઓફિસ ટાઈમમાં પણ મોબાઈલમાં વ્યસ્ત રહેતા મનપાના કર્મચારીઓ સામે સુરત મ્યુનિસિપલ કમિશનરે લાલ આંખ કરી છે. આ મામલે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને આ પ્રકારના કર્મચારીઓ સામે કડક પગલા ભરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
કામકાજના સમયમાં કર્મચારીઓ કામ કરવાના બદલે મોબાઇલ પર પરિચિતો સાથે વાત કરવામાં કે પછી સતત ચેટિંગમાં વ્યસ્ત રહેતા હોવાના અનેક બનાવો ધ્યાનમાં આવ્યા બાદ સુરત મ્યુનિસિપલ કમિશ્નર એમ થેન્નારસન તરફથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
હવેથી મોબાઇલ પર ગપાટા મારતા કે સતત ચેટિંગમાં વ્યસ્ત રહેતા કર્મીઓ સામે કડક હાથે કામ લેવામાં આવશે. સુરત મનપાને અસંખ્ય ફરિયાદો મળી હતી કે કર્મીઓ મોબાઇલમાં વ્યસ્ત રહેતા હોવાને કારણે સામાન્ય નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. આવી અસંખ્ય ફરિયાદો બાદ મ્યુનિસિપલ કમિશ્નર તરફથી કર્મીઓ સામે કડક હાથે કામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.