સુરતમાં થયું વિશિષ્ઠ વ્યક્તિઓનું સમ્માન 

સુરત: વેલેન્ટાઈનની એ  સાંજ ગીતોની એ સાંજે રફી, મુકેશ પણ હતા, આશા ભોંસલે પણ આવ્યા હતા અને લતા મંગેશકર પણ મૌજુદ હતા. વેલેન્ટાઇન ડેની સાંજે સુરત નજીક જ આવેલી નવી નક્કોર પરાઇઝો ક્લબના પ્રાંગણમાં રઇશ મનીઆરના શબ્દો અને ડોલર મહેતા-ધનશ્રી પાધ્યેના સ્વરએ સુરતીઓને જલસો કરાવ્યો હતો. આ પ્રસંગે સુરતની 12 પ્રેમપૂર્ણ વ્યક્તિઓનનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.


પરાઇઝો ક્લબ અને હાર્દિક નાયક વેલ્થ મેનેજમેન્ટએ સમ્માનનની સાથે “વીલ (વસિયતનામું)” બનાવી આપવાની ભેંટ આપી. હાર્દિક નાયકએ જણાવ્યું હતું કે, આપણે આપણી પ્રેમપૂર્ણ વ્યક્તિને પ્રેમ આપીએ છીએ પણ આપણા પછીની સલામતી નથી આપતા. વસિયતનામું એ આવશ્યક છે એટલે જ અમે વેલેન્ટાઈનના દિલ અને વીલને ભેગા કરીને કાર્યક્રમ કર્યો છે. પરાઈઝો ક્લબના ડિરેક્ટર મિલીન મારફતિયાએ સમજાવ્યું હતું કે ક્લબની મેમ્બરશિપએ ખર્ચફ નથી પણ એક રોકાણ છે. છેલ્લા 15 વર્ષમાં ક્લબ મેમ્બરશિપએ શેરબજારથી પણ વધુ રિટર્ન આપ્યું છે. એમણે આ વાત આંકડાઓથી સમજાવી હતી.


આ સાથે વિશિષ્ટ-પ્રેમપૂર્ણ વ્યક્તિત્વોનું સન્માન ડૉ.મુકુલ ચોક્સી, હાર્દિક નાયક, મિલીન મારફતિયા, ડો. બુચ, જાણીતા લેખક આશુ પટેલના હસ્તે સમ્માન આપવામાં આવ્યું હતું. સુરતની કેટલીક જાણીતી વ્યક્તિઓને એમનાં ક્ષેત્રમાં એમનાં પ્રદાન બાદલ સમ્માન આપવામાં આવ્યું હતું. વ્યવસાયી અને કાર્યક્રમોના આયોજક ધનંજયભાઇ દેસાઇ, લેખિકા  નમ્રતા દેસાઇ, જાણીતા અર્થશાસ્રી  પ્રો.ડો.અશોક દેસાઇ, ફેશન ડિઝાઈનર, સાયકલિસ્ટ અને સમાજસેવી અજીતા ઇટાલિયા, બાળરોગ નિષ્ણાત અને કલાના પ્રશંસક ડો. પ્રશાંત કારિયા, સ્પાઇનેક્સના ડો.નીરજ ભણસાલી, જાણીતા નૃત્યાંગના શ્રધ્ધા શાહ, વિશ્વ પ્રસિદ્ધ ટેબલ ટેનિસ પ્લેયર હરમિત દેસાઇ, જાણીતા સીએ અને સીએ સંગઠનના રાષ્ટ્રીય પ્રતિનિધિ સીએ જય છેરા અને ચિત્રલેખાના સુરત ખાતેના પ્રતિનિધિ ફયસલ બકીલીનું સન્માન કર્યું હતું. ગુજરાત કલા પ્રતિસ્થાન ના રમણીક ઝાપડિયા અને વલસાડના સાયકલ મેયર ડો.ભૈરવી જોષી રહી શક્ય ના હતા.