સુરત: ઓલપાડ તાલુકાના 20થી વધુ ગામોમાં વિજિલન્સ ટીમે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં 38 જેટલી ટીમે દ્વારા 1323 જગ્યા પર વિજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 20 ગામમાંથી દરોડ 19 જગ્યાએ વીજ ચોરીમાં 31.41 લાખનો દંડ ફટકારાયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરતના સંવેદનશીલ વિસ્તારોમાં થઈ રહેલી વીજળીની ચોરી દામવા માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાતના વીજ કંપનીએ વીજ ચોરી પકડવા માટે ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતુ. વહેલી સવારેથી હાથ ધરેલી કાર્યવાહીમાં ઓલપાડ તાલુકાની વિજિલન્સની ટીમે અલગ અલગ 38 ટીમ બનાવી તાલુકાના 20 ગામોમાં વીજ ચેંકિગ હાથ ધર્યું હતુ. વીજ ચેકિંગ દરમિયાન અનેક જગ્યાએ વીજ ચોરી ઝડપાઇ છે.ઓલપાડ તાલુકાના 20થી વધુ ગામોમાં GUVNLને ફાળવેલ 4 પોલીસ ટીમે બંદોબસ્ત વચ્ચે વિજિલન્સની ટીમે 1323 જગ્યા પર ચેકીંગ હાથ ધરાયુ હતું. જેમાં 19 જગ્યા પર વીજ ચોરી ઝડપાતા 31.41 લાખનો દંડ ફાટકરાયો છે.
