સુરત: દિવાળીને ગણતરીના દિવસો બાકી છે, તહેવારના સમેય લોરો માદરે વતન જતા હોય છે. ત્યારે આ વર્ષે પણ તહેવારો નજીક આવતા સાથે GSRTCની બસોમાં યાત્રિઓનો ઘસારો વધતો જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર તરફથી દિવાળીમાં પોતાના વતને જતા લોકો માટે ખાસ સુવિધા આપવામાં આવી છે. દિવાળીને ધ્યાનમાં લઈને એસ.ટી નિમગ દ્વારા વતન જવા તારીખ 26 થી 30 ઓક્ટોબર દરમિયાન સુરતથી 2200 એક્સટ્રા બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે.
સુરત સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વાહનવ્યવાહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, છેવાડાના માનવી સુધી એસ.ટી બસની કનેક્ટિવિટી મળી રહે તે માટે રાજ્ય સરકારે જાહેર પરિવહનની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. દિવાળીના દિવસોમાં સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત, દાહોદ, પંચમહાલ સહિત અન્ય જિલ્લા તેમજ મહારાષ્ટ્રમાં હજારોની સંખ્યામાં લોકો જતાં હોય છે. જેને ધ્યાનમાં લઈને તારીખ 26 થી 30 ઓક્ટોબર દરમિયાન વિવિધ સ્થળોએ 2200 થી વધુ બસો દોડાવવામાં આવશે. આ સાથે માગ મુજબ વધુ બસો ફાળવવા પણ તંત્ર તૈયાર છે. મહારાષ્ટ્ર તરફના મુસાફરો માટે ઉધન બસ સ્ટેશનથી વધારાની બસ નવાપુર, નંદુરબાર, ધુલિયા, શહદા માટે મૂકાશે. જેનું અત્યારથી જ એક્ટ્રા બસોનું ગ્રુપ બુકિંગ એસ.ટી સેન્ટ્રલ બસ સ્ટેશન સુરત તેમજ અડાજણ બસ પોર્ટ ખાતે આવેલી સુરત સિટી ડેપોથી કરી શકાશે. આ સિવાય એડવાન્સ બુકિંગ માટે વેબસાઈટ www.gsrtc.in પર પણ ઓનલાઈન ટિકિટ બુક કરી શકાશે. આ સિવાય ટ્રાફિકને ધ્યાનમાં રાખી ધ્યાને લઇ તા. 31 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી વડોદરા, અમદાવાદની વધારાની બસો સુરત સેન્ટ્રલ બસ સ્ટોપથી ઉપડશે.
