દેશમાં હાલ ગણેશોત્સવની ધૂમધામ ચાલી રહી છે. ત્યારે અમદાવાદના અનેક વિસ્તારમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેનું વિસર્જન 11 દિવસ એટલે કે આગામી 17 તારીખ મંગળવાર થનાર છે. ગણેશ વિસર્જન લઈ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ધામધૂમ રહેવાની શક્યતા છે.
અમદાવાદમાં ગણપતિ વિસર્જન માટે તંત્ર દ્વારા અલગથી વ્યવસ્થા કરવામાં આવે છે. આ દરમિયાન ગણેશ ભક્તો તેમજ સામાન્ય લોકોને તકલીફ ન પડે અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે 17 સપ્ટેમ્બરે બપોરના 1 વાગ્યાથી અમુક રસ્તા બંધ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ વૈકલ્પિક રસ્તાની પણ માહિતી આપી છે.
તા.૧૭/૦૯/૨૦૨૪ ના રોજ ગણેશ વિસર્જન નિમિત્તે તમામ પ્રકારના વાહનો (શ્રી ગણેશ વિસર્જન પોસેશન સિવાયના) બપારે ૦૧/૦૦ વાગ્યાથી વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત મુકવામાં આવે છે. @GujaratPolice @AhmedabadPolice pic.twitter.com/KmLspMjnZV
— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) September 14, 2024
અમદાવાદમાં સાબરમતી નદીએ કૃત્રિમ કુંડ બનાવીને વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે સાબરમતી નદી સાથે જોડાયેલા ઘણાં મુખ્ય રસ્તા અને બ્રિજને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડીને લોકોને આ વિશે માહિતી આપી છે. જેનાથી ગણેશે વિસર્જનના દિવસે લોકોને કલાકો સુધી ટ્રાફિકમાં હેરાન થવાનો વારો ન આવે. જાહેરનમામાં ટ્રાફિક પોલીસે જણાવ્યું છે કે, પ્રતિબંધિત કરેલા તથા ટ્રાફિક માટે ડાયવર્ટ કરેલાં તમામ માર્ગો ઉપર કોઈપણ પ્રકારનું વાહન પાર્કિંગ કરી શકાશે નહીં. આ તમામ રસ્તાને નો-પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે.