સિટા ફાઉન્ડેશનનું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વર્કશોપનું આયોજન

અમદાવાદઃ સિટા ફાઉન્ડેશન દ્વારા “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”ની ઉજવણીના ભાગરૂપે “સ્ટોપ પનિશિંગ-સ્ટાર્ટ નરિશિંગ” વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહિલાઓએ આ વર્કશોપમાં આનંદપૂર્વક ભાગ લીધો હતો અને “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”ની ઉજવણી કરી હતી.

આ મહિલાઓ પોતાના અને પરિવારના ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસની સારી રીતે સારસંભાળ રાખી શકે એ માટે આ વર્કશોપમાં ફિટનેસ એક્સપર્ટ ભાવિકા પટેલ અને સાઇકથેરપિસ્ટ મૃંગાંક પટેલે  ઉપરોક્ત વિષયને લગતા ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસ માટેના ફંડા શીખવ્યા હતા.

આ વર્કશોપમાં કેટલાક મહત્ત્વના મુદ્દા આવરી લેવામાં આવેલા જેમ કે તંદુરસ્ત બનવાનો પ્રયત્ન કરતી વખતે મોટા ભાગના લોકોએ કરેલી સામાન્ય ભૂલો જેવી કે જમવાનું સ્કિપ કરવું, ઝડપી ખાવાની ટેવ, રુટિન વિરુદ્ધના હેલ્થ પ્લાન, વધુપડતી કે ખૂબ ઓછી ઊંઘ વગેરેને આપણે કેવી રીતે ટાળી શકીએ. કોઈ પણ ગિમિક, ગોળીઓ અથવા હાસ્યાસ્પદ નિયમો વિના જીવનમાં સ્વસ્થ કેવી રીતે રહેવું વગેરે.

તેમણે જણાવ્યું હતું કે તંદુરસ્તી માટે ખોરાક કેવી રીતે અને ક્યારે ખાઓ છો- એ મહત્વનું છે. ખોટા અને અયોગ્ય પરેજી પાળવાના નિયમોથી દૂર રહો. આ પ્રસંગે સિટા ફાઉન્ડેશનનાં ટ્રસ્ટી અંકિતા સુતરિયાએ કહ્યું હતું કે તંદુરસ્ત રહેવા માટેની પહેલી શરત છે કે તમે તમારી જાતને અને તમારા સ્વાસ્થ્યને ચાહો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]