અમદાવાદઃ સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયા અંધ-બધિરતા ધરાવતા લોકોની સેવા માટે કામ કરે છે, મંગળવારે તેમની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થયાંની ઉજવણી કરી હતી. ભારતમાં અંધ-બધિર બાળકો અને પુખ્ત વયના લોકોની સંખ્યા અંદાજે પાંચ લાખ છે, પણ સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ પ્રયાસો હાથ ધર્યા એ પહેલાં માત્ર એક જ સ્કૂલ હતી કે જે 23 અંધ-બધિર બાળકોને સેવા પૂરી પાડતી હતી. ત્રણ રાજ્યમાં ત્રણ પ્રોજેકટસથી આગળ વધીને સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ 23 રાજ્યોમાં 59 પ્રોજેકટસ મારફતે આ સંખ્યા વધારીને 80,000 સુધી પહોંચાડી છે.
સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયાના ચેરપર્સન અમિત ધોળકિયા જણાવે છે કે અંધ-બધિર લોકો સાથે કામ કરતી આ પ્રકારની એકમાત્ર રાષ્ટ્રીય સંસ્થા હોવું એ એક નોંધપાત્ર સિદ્ધિ છે. વીતેલાં 25 વર્ષમાં અમે ઘણું સિદ્ધ કર્યું છે અને કોઈ પાછળ ના રહી જાય એ હેતુથી ઉત્સાહપૂર્વક કાર્ય કર્યું છે, પણ અમને લાગે છે કે હજુ ઘણુંબધું કરવાનું બાકી છે.
છેલ્લાં 25 વર્ષમાં સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ જે કેટલાંક સીમાચિહનો હાંસલ કર્યાં છે તેમાં દિવ્યાંગો માટે કામ કરતી અન્ય સાથી સ્વૈચ્છિક સંસ્થાઓની સહાયથી દેશભરમાં સ્થાપેલા 59 પ્રોજેક્ટસ અને અંધ-બધિરતા માટે તેમની ક્ષમતા નિર્માણની કામગીરી, સેન્ટર અને ઘર આધારિત કાર્યવાહીનું અમલીકરણ, ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ, પ્રોફેશનલ્સનુ ક્ષમતા નિર્માણ, પ્રચાર-પ્રયાસો તથા અન્ય ઘણીબધી કામગીરીનો સમાવેશ થાય છે.
સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયાની સફળતાની ગાથાઓમાં રાઇટ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટી એક્ટ 2016માં સમાવેશ, ચૂંટણી પંચ સાથે કામ કરીને અંધ-બધિર સમુદાય મતદાન કરી શકે તેવી વ્યવસ્થા તથા રૂબેલા વેક્સિનનો નેશનલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામમાં સમાવેશ કરવાની કામગીરીનો સમાવેશ થાય છે. કોરોના રોગચાળામાં સંસ્થાએ ઓનલાઇન કોર્સ શરૂ કર્યા હતા.
આ પ્રસંગે ‘25 years of Transforming Lives’નામે એક કોફી ટેબલ બુક પણ બહાર પાડવામાં આવી હતી. સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયાના સ્થાપક ડિરેકટર અખિલ પોલ જણાવે છે કે આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવેલી 25 કથાઓએ છેલ્લાં 25 વર્ષનો નિચોડ છે. આ પુસ્તક
પોતાની નિપુણતાને આધારે સેન્સ ઈન્ટરનેશનલ ઈન્ડીયાએ હવે નેપાળ, અને બાંગ્લાદેશ જેવા અન્ય સાઉથ એશિયન દેશોએ અંધ-બધિર લોકોને મદદ કરવાની શરૂઆત કરી છે. અંધ-બધિરો અંગે તેમની દેશવ્યાપી કામગીરીનું પરિણામ એ આવ્યું છે કે સંસ્થાને યુનાઇટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ (UN ECOSOC)તરફથી કન્સલ્ટેટિવ દરજજો હાંસલ થયો છે.