જમીનમાંથી બાળકીના મૃતદેહને કાઢી દુષ્કર્મ આચરાયું

સુરેન્દ્રનગરઃશહેરમાં એક ખૂબ શરમજનક ઘટના બની છે. અહીં દોઢ વર્ષની બાળકીનો મૃતદેહની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો. બાળકીના હ્દયમાં કાણું હોવાથી તેની સારવાર ચાલતી હતી, એ દરમ્યાન તેનું મોત થયું હતું. તેનું મોત થયું પછી તેના બાળકીના મૃતદેહને દફનાવવામાં આવ્યું હતું.  ત્યાર બાદ જ્યારે તેના પિતાએ બીજા દિવસે બાળકીના દફનાવાયેલી જગ્યાએ ગયા, ત્યારે ત્યાં બાળકીનો મૃતદેહ માટીની ઉપર પડ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ બાળકીના મૃતદેહની આ હાલતની માહિતી બાળકીના પરિવારે પોલીસને આપી હતી. પરિવારજનોએ આશંકા દર્શાવી હતી કે બાળકીની સાથે બળાત્કાર થયો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. ડોક્ટરોએ પણ બાળકીના મૃદેહની સાથે બળાત્કારની આશંકા દર્શાવી હતી.

પોલીસે પરિવારની ફરિયાને આધારે કેસ નોંધી આટલી હેવાનિયત કરનાર શખસની તપાસ શરૂ કરી હતી. અંદાજ મુજબ આરોપી શખસે બાળકીના દફનાવાયેલા મૃતદેહને પહેલાં બહાર કાઢ્યો હતો અને પછી એની સાથે બળાત્કાર કરીને મૃતદેહને એમ જ છોડીને ચાલ્યો ગયો હતો.