રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. ત્યારે આ વર્ષે લલનીનો કારણે ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે. સારા વરસાદને પગલે ગુજરાતના તમામ જળાશયોમાં પાણીની ધરખમ આવક નોંધાય છે. ગુજરાતની જાવદોરી સમાન સરદાર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. જેમાં ડેમ હવે સંપૂર્ણપણે ભરાવાથી માત્ર 1.14 મીટર બાકી છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે. હાલ નર્મદા ડેમની સપાટી 137.54 મીટરે પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. તેમાં ઉપરવાસમાંથી 1,04,403 ક્યુસેક પાણીની આવક થઇ છે.
સરકારી આકડાની માહિતી પ્રમાણે નર્મદા નદીમાં કુલ 73480 ક્યુસેક પાણીની જાવક છે. તેમજ નર્મદા ડેમના કુલ 5 દરવાજા 1.40 મીટર ખુલ્લા કરવામાં આવ્યા છે. નર્મદા ડેમમાં પાણીની ભરપૂર આવક ચાલુ છે. ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ડેમમાં પાણીની આવક ચાલુ છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 137.54 મીટરે પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે, ડેમની જળ સપાટી વધતા નર્મદા ડેમના 5 દરવાજા 1.40 મીટર ખોલાયા છે અને વડોદરા, ભરૂચ, નર્મદાના 42 ગામોને એલર્ટ કરાયા છે. અગાઉ કરજણ ડેમના પણ બે દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતુ.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં બે વર્ષ ચાલે એટલો પાણીનો જથ્થો આવી ચૂક્યો છે. હાલ સરદાર સરોવરમાં જળસંગ્રહ થઈ ચૂક્યો છે. તેમજ ઉપરવાસમાંથી હજુ પણ પાણીની આવક થવાની શક્યતાના પગલે નર્મદા ડેમ પણ નજીકના દિવસોમાં ઓવરફ્લો થવાની પૂરી શક્યતા છે. નર્મદા ડેમમાં રાજ્યના 173 શહેર અને 9490 ગામના અંદાજે 2.90 કરોડ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યના 18.45 લાખ હેકટરમાં સિંચાઈ માટે પણ પાણી પૂરું પાડવામાં આવે છે.