કેન્દ્રીયપ્રધાન ઉમાભારતીએ કર્યો સ્વચ્છતા સર્વે જાહેર, દેશમાં પાટણને મળ્યું આ સ્થાન…

ગાંધીનગર- સમગ્ર દેશના ગ્રામીણ વિસ્તારોમાં ગત 1 ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ દરમિયાન ભારત સરકારના પેય જળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો હતો. ભારત સરકાર દ્વારા આ સર્વેક્ષણ હાથ ધરવા માટે જરૂરી માપદંડો અને તે મુજબ માર્કસ નક્કી કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સમગ્ર ગુજરાત રાજયના ગ્રામીણ વિસ્તારોમાં પણ સૂચિત સમય ગાળામાં તમામ જિલ્લાઓમાં હાથ ધરાયેલ સ્વચ્છ સર્વેક્ષણના પરિણામો નવી દિલ્હી ખાતે આયોજિત સમારોહમાં જાહેર કરવામાં આવ્યાં હતાં.

ગુજરાત ગ્રામીણ વિસ્તાર સ્વચ્છતા સર્વેક્ષણમાં સર્વ શ્રેષ્ઠ કામગીરી બદલ સમગ્ર દેશમાં પાટણ જિલ્લાનો ચોથો ક્રમાંક,વેસ્ટર્ન રીઝિયનમાં પાટણ જિલ્લાને બીજો ક્રમાંક અને ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે.પાટણ જિલ્લાએ કેન્દ્રિયપ્રધાન ઉમા ભારતીના વરદ હસ્તે જિલ્લા વિકાસ અધિકારી નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, તેમજ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ.કો.ઓર્ડિનેટર દ્વારા એવોર્ડ મેળવ્યો હતો.

સર્વેક્ષણ દરમિયાન રાજ્યમાં સમગ્ર સર્વેક્ષણની સૂચવ્યા મુજબના તમામ માપદંડોમાં  યોગ્ય કામગીરી માટે તેમજ સામાન્ય લોકોના સ્વચ્છતા અંગેના પ્રતિભાવોના પરીપેક્ષમાં ગુજરાત રાજ્યને વેસ્ટર્ન રીઝિયનમાં પ્રથમ ક્રમાંક અને સમગ્ર દેશમાં બીજો ક્રમાંક પ્રાપ્ત થયો હતો.

આ ઉપરાંત સ્વચ્છ સર્વેક્ષણ- ગ્રામીણ ૨૦૧૮ હેઠળ સમગ્ર સર્વેક્ષણની સૂચવ્યા મુજબના તમામ માપદંડોમાં યોગ્ય કામગીરી માટે સમગ્ર દેશના પ્રથમ ૫૦ જીલ્લાઓમાં રાજયના કુલ ૧૪ જિલ્લોઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ટ્રસ્ટ મંદીરને આઈકોનિક સ્થળ તરીકે એવોર્ડ આપવામાં આવેલ છે.

સર્વેના વિવિધ માપદંડોમાં ગામના મુખ્ય પાંચ સ્થળોની સમગ્ર સ્વચ્છતા, ગ્રામજનોના અભિપ્રાય, ગામમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓના અભિપ્રાય,યોજનાકીય Online MIS  પ્રોગ્રેસ, તેમજ સમગ્ર રાજય માંથી સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ બાબતે સામાન્ય જનતાના ઓનલાઈન એપ પરના નોધવાના થતાં પ્રતિભાવો જે સમગ્ર સર્વેક્ષણનું મુખ્ય પાસું હતું.