ગુજરાતમાં પાછલા ત્રણ દિવસથી સરકારી જમીન થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા તંત્રની કામગીરી ચાલી રહી છે. ત્યારે બીજી બાજું હવે દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ પીરોટન ટાપુ પર પણ થયેલા ગેરકાયદે દબાણોને લઈ તંત્ર હરકતમાં આવ્યું છે. પીરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે.
સૂત્રોની જાણકારી પ્રમાણે પીરોટન ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. ટાપુના આ દબાણો રાષ્ટ્રીય સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિ અને આસપાસના વિસ્તારમાં આવેલા મહત્વના ઉદ્યોગો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા હતા. તેમજ ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આ દબાણો દૂર કરવા પાછળનો મહત્વનો હેતુ એ છે કે પીરોટન ટાપુ પાસે 5 SPM આવેલા છે. જેનાથી દેશનો 60% ક્રૂડ ઓઇલનો પુરવઠો સપ્લાય થાય છે. જે ઉદ્યોગને ખલેલ ના પહોંચે તે માટે દબાણો દૂર કરવા જરૂરી છે. આ ઉપરાંત પીરોટન મરીન નેશનલ પાર્કનો હિસ્સો છે. અહીંના કોરલ જેવા સમુદ્રી જીવોને ગેરકાયદેસર દબાણોને કારણે ખૂબ મોટું નુકસાન થતું હતું. અતિક્રમણને કારણે લોકોની અવરજવર વધી જતાં રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. જીએસએફસી, રિલાયન્સ, ન્યારા એનર્જી, એરફોર્સ બેઝ, નેવી બેઝ જેવા મહત્ત્વના ઉદ્યોગો અને સંસ્થાઓ માટે આ અતિક્રમણને કારણે થતી ગેરકાયદેસર અવરજવર ગંભીર ખતરો ઉભો કરતુ હતુ. આ સ્થળ NDPS સંબંધી પ્રવૃત્તિઓ માટે લેન્ડિંગ પોઈન્ટ બનવાનું જોખમ ધરાવતુ હતુ. અતિક્રમણને કારણે સમુદ્રી વનસ્પતિને મોટા પાયે નુકસાન થઈ રહ્યુ હતું જેથી આ દબાણો દૂર કરવા જરૂરી બન્યા હતા.
Pirotan Tapu (Island) in Jamnagar, Gujarat, is now free from all illegal encroachments!
Pirotran Island, part of Marine National Park, is crucial for national security & marine life. Yesterday, 9 illegal religious structures spanning 4000 sq ft were removed from the island,… pic.twitter.com/QX8bPYjZB8
— Harsh Sanghavi (@sanghaviharsh) January 13, 2025