ગુજરાતમાં સોશિયલ મીડિયાની જમાના સાથે ઓનલાઈન ગેમિંગ રમી રહ્યા છે. સાથે સાથે વધુ રૂપિયા કમાવવાની લાલચની સાથે તેમનો જીવ તો ગુમાવી રહ્યાં છે, અને પરિવારને પણ બરબાદ કરી રહ્યાં છે. ફરી એક વખત એવો કિસ્સો રાજકોટમાં બન્યો છે, જેમાં એક યુવાન ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જાય છે અને તે આપઘાત કરીને જીવન ટૂંકાવી દે છે.
રાજકોટમાં ઓનલાઈન ગેમ રમતા-રમતા એક યુવક રૂપિયા હારી ગયો જેના કારણે તેણે જીવન ટૂંકાવી દીધુ છે. માતા-પિતાને પણ ખબર ન હતી કે તેમનો પુત્ર ઓનલાઈન ગેમ રમતો હતો અને તેમાં તે રૂપિયા હારી ગયો અને તેનું મોત થયું છે. પરિવારના સભ્યોનું કહેવું છે કે રૂપિયા હારી જતા આ પગલું ભર્યુ છે. તો યુવકે આ વાતની જાણ પરિવારના કોઈ સભ્યોને કરી ન હતી કે તે ઓનલાઈન ગેમ રમતા-રમતા હારી ગયો છે. આ ગેમ મંજૂરી વગર વિદેશીથી ઓપરેટ થાય છે અને યુવાનો તેમાં તેમની જિંદગી અને રૂપિયા બગાડી રહ્યાં છે. આ સમગ્ર મામલે પરિવારજનોનું કહેવું છે કે વિદેશથી ઓપરેટ થતી ગમે પર સરકારે પણ વિચારવું જોઈએ અને પગલા લેવા જોઈએ, પોલીસે તપાસ હાથધરી છે અને સ્યુસાઈડ નોટ જપ્ત કરી છે. પોલીસનું કહેવું છે કે,ઓનલાઈન બેટિંગમાં રૂપિયા ગુમાવ્યા છે અને તેના કારણે આ ઘટના બની છે. પોલીસે માતા-પિતાને અપીલ કરી છે કે, બાળકોની પ્રવૃત્તિઓ પર માતાપિતા ધ્યાન રાખે નહીંતર તમારા બાળકનો પણ જીવ જઈ શકે છે.