અમદાવાદઃ શહેરમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણની વચ્ચે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થતા ઉકળાટથી લોકોને શાંતિ મળી હતી ગરમીથી લોકોને રાહત મળી હતી. અને શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદ સાથે વિજળીઓના કડાકા પણ થયા હતા. વરસાદી માહોલ સર્જાતા અમદાવાદના ગરબા ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો હતો.
શહેરના નરોડા, અમરાઈવાડી, હાટકેશ્વર, ખોખરા, મણિનગર, વસ્ત્રાલ, ઘોડાસર, જશોદાનગર, વટવા, ઈસનપુર, પીપળજ, લાલદરવાજા, રાયપુર, એસજી હાઈવે, પ્રહલાદનગર, ગીરધરનગર, બાપુનગર અને અસારવા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદ સાથે પવન ફુંકાતા વાહનચાલકો પણ અટવાયા હતા.
મહત્વનું છે, કે નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે શહેરમાં ધોધમાર વરસાદ પડવાને કારણે ગરબા રશીકો અને આયોજનકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જો વધારે વરસાદ પડશે તો નવારાત્રીમાં ગરબાનું આયોજન થતા મેદાનોમાં પાણી ભરાવાનો ભય છે જેથી આયોજનકોમાં ચિંતા જોવા મળી રહી છે.
વલસાડ જિલ્લામાં આજે વરસાદી માહોલ છવાયો હતો. વાપી અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. બપોરના સમયે એકાએક આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે વાપી અને આસપાસના વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે તોફાની વાતાવરણમાં ધોધમાર વરસાદને કારણે થોડા સમયમાં જ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. વરસાદના કારણે ખરા બપોરે વાપીના આકાશમાં અંધકાર છવાઇ જતાં ધોળા દિવસે પણ વાહનચાલકોએ વાહનોની લાઈટો ચાલું રાખી રસ્તા પસાર કર્યા હતા.
સુરત જિલ્લાના બારડોલી પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો.ભારે ઉકળાટ બાદ વરસાદ ખાબક્યો હતો.નગર અને તાલુકાના ગામોમાં પણ વરસાદી માહોલ છવાયો હતો.ક્યાંક ભારે પવન સાથે તો કેટલાક સ્થળે ધીમીધીરે વરસાદ વરસ્યો હતો.
આણંદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો..સીએમ વિજય રૂપાણીના આગમન પહેલા વરસાદનું આગમન થયું હતુ..વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી..આણંદ..વિદ્યાનગર કરમસદ..બાકરોલ સહિતના વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
સુરતમાં બપોર બાદ હવામાનમાં પલટો આવ્યો.શહેરના બપોર બાદ છુટોછવાયો વરસાદ થયો. સરથાણા અને વરાછા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ થયો.તો અન્ય વિસ્તારોમાં ક્યાંક હળવો વરસાદ થયો. તો ક્યાંક ભારે ઝાપટું પડ્યું.
દાહોદ જીલ્લામાં પણ મેઘસવારી જોવા મળી હતી..દાહોદના સંજેલીમાં ધોધમાર વરસાદ ખાબક્ય હતો.ભારે વરસાદથી રસ્તા પર નદી જેવું વહેણ પસાર થઇ રહ્યું હતુ.સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણના કારણે ચારેબાજુ શીતલહેર પ્રસરી હતી.
મહેસાણાના વાતાવરણમાં પણ એકાએક પલ્ટો આવ્યો હતો.મહેસાણામાં પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે. અમરેલી જિલ્લામા ફરી વખત મેઘરાજાનું આગમન થયું..અમરેલીના દામનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો..વરસાદ આવતા બફારાથી લોકોને રાહત મળી હતી.