વલસાડઃ વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલા લાલ ડુંગરી ખાતે આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રેલીને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી 2019 માટે અહીંયાથી પ્રચારના શ્રીગણેશ આ સાથે કર્યા છે. રાહુલ ગાંધીના સભા સંબોધન દરમિયાન વિશાળ જનમેદની તેમની વાતોમાં હકાર પુરાવતી જોવા મળી હતી.સ્થળે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત જનમેદની ઉમટી પડી હતી. તો આ સાથે જ ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. રાહુલ ગાંધીની આ રેલીને જન આક્રોશ રેલી નામ આપવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીએ સંબોધન કરી અનેક મુદ્દાઓ પર બીજેપીને આડેહાથ લીધી હતી.
રાહુલ ગાંધીના સંબોધનના અંશ…
- રાહુલ ગાંધીએ કહ્યું કે આટલી ગરમી હોવા છતાં આપ મારી વાત સાંભળવાં આવ્યાં તે બદલ ધન્યવાદ
- ચોકીદાર ચોર છે, રાહુલ ગાંધીએ ગુજરાતીમાં કહ્યું
- રાહુલે ભાજપ પર કર્યા આકરા શાબ્દિક પ્રહાર
- રાફેલ મુદ્દે રાહુલ ગાંધીના બીજેપી પર પ્રહારો
- સરકારી ડોક્યુમેન્ટમાં લખ્યું છે કે 30 હજાર કરોડ મોદીજીએ અંબાણીને આપ્યાં એટલે ચોકીદાર ચોર છે
- વાયુ સેનાથી, એરફોર્સના પાયલટથી 30 હજાર કરોડ રુપિયા લઈને અનિલ અંબાણીને આપવામાં આવ્યાં
- ફ્રાંસમાં પણ ચોકીદાર ચોર છે નારો ચાલી રહ્યો છે
- ફ્રાંસના રાષ્ટ્રપતિ પણ કહે છે કે ચોકીદાર ચોર છે
- લોકસભામાં મેં રાફેલ મુદ્દે ચાર સવાલ પૂછ્યાં, મોદીજી મારી આંખમાં આંખ ન મીલાવી શક્યાં
- ચોરી થઈ છે તે માત્ર રાફેલ મામલે નથી થઈ, અહીં જમીન,જળ અને જંગલનો મુદ્દો છે
- આખા ભારતમાં દરેક પ્રદેશ અને દરેક ગામમાં ભારતનો ખેડૂત વડાપ્રધાનને કહે છે દેવું માફ કરો અને અરુણ જેટલીનો જવાબ આવે છે કે અમે દેવું માફ નહીં કરીએ અમારી પોલીસી નથી
- વિજય માલ્યા, નીરવ મોદી, અનિલ અંબાણીનું નામ લઈ રાહુલે કર્યા મોદી પર પ્રહાર
- અમે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તિસગઢમાં ખેડૂતોનું લોકોનું દેવું માફ કર્યું
- અહીં અલગ અલગ પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે, ભારત માલા, બુલેટ ટ્રેન વગેરે પ્રોજેક્ટના વિરુદ્ધમાં કોઈ નથી પરંતુ ખેડૂત ન્યાય ઈચ્છે છે
- જો તમે અનિલ અંબાણીને રાફેલનો કોન્ટ્રાક્ટ આપો છો તો તમારે ખેડૂતોને ન્યાય આપવો પડશે
- અમે આદિવાસી બિલ લાવ્યાં, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં તમારી જમીન તમને આપવામાં આવી રહી છે
- ભારતમાલા પ્રોજેક્ટ નથી ભારત મારા પ્રોજેક્ટ છે જેનાથી તમે ભારતને મારી રહ્યાં છો
- વિકાસ કરો પરંતુ આદિવાસીઓ અને ભારતીયોના અવાજને દબાવી ન શકાય
- નોટબંધી મામલે રાહુલ ગાંધીએ મોદી પર કર્યા શાબ્દિક પ્રહારો
- દેશની અર્થવ્યવસ્થાને વડાપ્રધાને નષ્ટ કરી નાંખી, કોઈને ન છોડ્યાં આપ બધાને લાઈનમાં ઉભા કરી દીધાં
- શું આ લાઈનમાં અનિલ અંબાણી કે કરોડપતિઓને ઉભા રહેલા જોયાં? માત્ર ગરીબો એ લાઈનમાં ઉભાં હતાં
- ઈમાનદાર લોકોને લાઈનમાં ઉભા રાખ્યાં, અને ભ્રષ્ટ અને ભારતના બધા ચોર પાછળના દરવાજે અંદર ઘૂસ્યાં અને બધા બ્લેકમની વ્હાઈટ કરી લીધાં
- જીએસટી મુદ્દે પ્રહાર કરતા જીએસટીને ગબ્બરસિંહ ટેક્સ ગણાવ્યો
- દિલ્હીમાં 2019માં કોંગ્રેસની સરકાર આવશે તો અમે જીએસટીમાં બદલાવ કરીશું
- એક ટેક્સ હશે, સરળ ટેક્સ હશે અને તમે જે કામ કરો છો તેનો આદર અમે કરીશું
- અરુણ જેટલી કહે છે કે ભારતના વ્યાપારી ચોર છે પરંતુ તમે ચોર નથી તમે ઈમાનદાર છો
- અમે દેશને જોડવાનું કામ કરવા ઈચ્છીએ છીએ
- ગુજરાતે, સરદાર પટેલે, ગાંધીજીએ દેશને રસ્તો બતાવ્યો હતો હવે ગુજરાત દેશને રસ્તો બતાવશે
- ગુજરાત દેશને બતાવશે કે સાચી પ્રગતિનો મતલબ શું છે
- સમય આવી ગયો છે 2019 ની ચૂંટણીમાં બદલાવ લાવવાનો
- મારો ગુજરાતની સાથે સંબંધ છે, મને અહીંયાનું જમવાનું અને લોકો ખૂબ પસંદ છે
- તમારા જળ, જમીન અને જંગલનું રક્ષણ કરવું અમારું કર્તવ્ય છે
- અમે એક ઐતિહાસિક કામ આખા દેશમાં કરીશું
- કોંગ્રેેસે નિર્ણય કર્યો છે કે કોંગ્રેસ પાર્ટી ભારતમાં ગેરન્ટી ઈનકમ કોન્સેપ્ટ લાવશે
- કોંગ્રેસ પાર્ટી ગરીબોના ખાતામાં પૈસા નાંખીશું
- અમે દરેક ગરીબના બેંક અકાઉન્ટમાં અમારી સરકાર ડાયરેક્ટ પૈસા નાંખશે
- ગુજરાતની જનતા સમજી લોઃ માલિક તમે છો માલિક અમે નથી
- બીજેપીના નેતા મનની વાત કરે છે, હું તમારી સાથે મારા મનની વાત નથી કરવા ઈચ્છતો, હું તમારા મનની વાત સાંભળવા ઈચ્છું છું
- અમે જનતાની વાત સાંભળી, જનતા કહેશે તેમ કરીશું
- ગુજરાતની જનતાએ મને પ્રેમ આપ્યો છે, મારો આદર કર્યો છે અને આ વાત હું જીવનભર નહી ભૂલું
- તમે મને શક્તિ અને પ્રેમ આપ્યો તેનાથી મોટી મારા માટે કોઈ વાત નથી
- અને જ્યારે મારી જરુર પડે ત્યારે ગુજરાત મને બોલાવશે ત્યારે હું ગુજરાત માટે દિલથી કામ કરવા તૈયાર છું
|