અમદાવાદઃ સિટીઝનસશીપ બિલને લઈને આજે 19 ડિસેમ્બરના રોજ અમદાવાદ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાતના સહિતના શહરોમાં CAA (citizenship amendment act) સામે બંધની અસર જોવા મળી હતી. તો બીજી તરફ, અમદાવાદ અને બનાસકાંઠામાં આ આંદોલન હિંસક બન્યું હતું. અમદાવાદના સરદારબાગ વિસ્તારમાં દિલ્હી અને આસામની હિંસા જેવા દ્રશ્યો પળવારમાં સર્જાયા હતા. જોકે, પોલીસે તાત્કાલિક માહોલને કાબૂમાં કર્યો હતો. બીજી તરફ શાહ આલમ વિસ્તારમાં પણ સ્થિતી વણસી હતી. શાહઆલમમાં મોટા પ્રમાણમાં ટોળા એકત્ર થઇ જતા પોલીસનો ખડકલો કરી દેવામાં આવ્યો હતો. છુટાછવાયો પથ્થરમારાની પણ ઘટનાઓ બની હતી. અનેક રૂટ પર જતી એએમટીએસ સહિતની બસોને બંધ કરી દેવામાં આવી છે. ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં પણ અગમચેતીનાં ભાગરૂપે પોલીસનો ખડકલો કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, શાહઆલમમાં સ્થિતિ અંદાજ કરતા વધારે વણસી છે. જેથી પોલીસને મોટા પ્રમાણમાં ખડકલો કરી દેવામાં આવ્યો છે.
રાજ્યના અમદાવાદ શહેરના મિરઝાપુર, રખિયાલ, શાહઆલમ અને ચંડોળા તળાવ વિસ્તારમાં CAA કાયદાનો વિરોધ કરી રહેલા કેટલાક પ્રદર્શનકારીઓ દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે.
પ્રદર્શનકારીઓ દ્વારા ઉગ્ર અને હિંસક પ્રદર્શન કરવા બદલ પોલીસે પણ લાઠીચાર્જ કરવાની ફરજ પડી અને ટીયર ગેસ ગેસ છોડીને ટોળાંને વિખેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ કાર્યવાહીમાં 20 જેટલા પોલીસ જવાનો ઘયાલ થયા છે. ઉપરાંત ત્યાં હાજર કેટલાક મીડિયાકર્મીઓ ઉપર પણ હુમલો થતા તેઓ ઘાયલ થયા છે.