IITGNના પ્રો. મિશેલ ડેનિનોની NSCના સભ્ય તરીકે પસંદગી

ગાંધીનગરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી-ગાંધીનગર (IITGN)ના વિઝિટિંગ પ્રોફેસર મિશેલ ડેનિનોને નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક્સ (NCFs)ના વિકાસ માટે નેશનલ સ્ટિરિંગ કમિટી (NSC)ના સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રાલય દ્વારા 21 સપ્ટેમ્બર, 2021એ રચવામાં આવેલી 12 સભ્યોની સમિતિનું નેતૃત્વ નેશનલ એજ્યુકેશન પોલિસી-2020 (NEP-2020)ની ડ્રાફ્ટિંગ કમિટીના વડા અને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) ના ભૂતપૂર્વ વડા ડો. કે. કસ્તૂરીરંજન કરશે. આ સમિતિ વિવિધ પાસાંઓ પર વિચારવિમર્શ કરશે અને ચાર રાષ્ટ્રીય અભ્યાસક્રમોના માળખાને વિકસાવશે, જેમાં સ્કૂલ શિક્ષણ, નાનાં બાળકોની સારસંભાળ અને શિક્ષણ, શિક્ષકોને શિક્ષણ અને વયસ્કોને શિક્ષણ – આ ચાર વિષયો –ને NEP-2020ની સંબંધિત તમામ ભલામણો પર ધ્યાન કેન્દ્રિત કરશે. નેશનલ સ્ટિરિંગ કમિટીનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે.

પ્રોફેસર મિશેલ ડેનિનો ફ્રેન્ચના મૂળના એક પ્રસિદ્ધ લેખક છે અને  ભારતીય સભ્ય અને  સંસ્કૃતિના નિષ્ણાત છે. 2017માં કેન્દ્ર સરકારે તેમને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે  સાહિત્ય, અનેક સંશોધન પેપર્સ અને લોકપ્રિય લેખોના યોગદાન બદલ પદ્મશ્રી એવોર્ડ એનાયત કર્યો હતો. તેમણે લોસ્ટ રિવરઃ લુપ્ત થતી સરસ્વતી (પેગુઇન ઇન્ડિયા, 2010) અને ભારતીય સંસ્કૃતિ અને ભારતના ભવિષ્ય (DK પ્રિન્ટવર્લ્ડ,2011) -પુસ્તકના તેઓ લેખક છે.

પ્રો. ડેનિનો NCERT અને CBSEના પ્રોજેક્ટોમાં પણ પ્રો. કપિલ કપૂરની સાથે સામેલ હતા. તેમણે બે વોલ્યુમ – CBSEના 11 અને 12મા ધોરણ માટે વૈકલ્પિક પાઠ્યક્રમના પાઠયપુસ્તક- નોલેજ ટ્રેડિશન્સ એન્ડ પ્રેક્ટિસિસ ઓફ ઇન્ડિયા (2013 અને 2015)નું સહસંપાદન કર્યું હતું. હાલમાં તેમણે ઓરોબિંદો અને ભારતના પુનર્જન્મ (રૂપા બુક્સ,2018)નું સંપાદન કર્યું હતું.  પ્રો. ડેનિનો IITGN સાથે 2011થી જોડાયેલા છે.