અમદાવાદ: ભાજપના દિગ્ગજ નેતા અને કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ટ્રેનમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી છે. તેઓ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન દ્વારા ભૂજથી અમદાવાદ જઈ રહ્યાં હતાં. માળીયા નજીક ટ્રેનમાંથી તેમની હત્યા કરી નાખેલી લાશ મળી આવી છે. આ ઘટના મોડી રાતે બની હતી.આ બનાવને લઈને સીઆઈડી ક્રાઈમના ડીજી આશિષ ભાટીયાએ પ્રાથમિક તપાસના કેટલાક તથ્યોની માહિતી આપી હતી.
ત્યારે આ મામલે સીઆઈડી ક્રાઈમના ડીજી આશિષ ભાટીયાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું કે આયોજનપૂર્વક હત્યા કરવામાં આવી તે સ્પષ્ટ છે, કેટલીક મહત્ત્વપૂર્ણ કડીઓ મળી છે, ગાંધીધામ-સામખિયાળી વચ્ચે થઈ છે હત્યા,રાત્રે 12.57ની આસપાસ ચેઇન પુલિંગ કરવામાં આવ્યું છે ભાનુશાળી પર ખૂબ નજીકથી દેશી બનાવટની 7.6 એમએમ પીસ્ટલથી ફાયરિંગ થયું છે, બે ફૂટેલાં અને અને 3 જીવતાં કાર્ટિજ મળ્યાં છે, બૂલેટનું સ્પ્લીન્ટર મળ્યું, વેપન મેચિંગ કરી ગેંગની દ્રષ્ટિએ પણ તપાસ પણ થશે.
ભાનુશાળી સાથે ઝપાઝપીના નિશાન નથી, ટ્રેનની બારીના કાચ પર નિશાન છે, ટ્રેનની અંદરથી જ ફાયરિંગ થયું છે તે સ્પષ્ટ છે,જે વેપન વપરાયું છે તે ફૂટે તો અવાજ આવે જ આવે, આખી સિકવન્સ સાથે જે કોઇ સંકળાયેલ હશે તેમની પૂછપરછ થશેપ્રાથમિક તપાસમાં પોલીસને 3 જીવતા અને 2 ફૂટેલા કાર્ટિજ મળી આવ્યા છે. 7.5 એમએમના કાર્ટિજ છે અને આ ઘટનાને અંજામ આપવા માટે દેશી પીસ્ટોલનો ઉપયોગ કરવામાં આવ્યું છે. ઘટનાને જોતા નજીકથી ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું લાગી રહ્યું છે. કૂપેમાં કુલ ચાર લોકો બેસી શકે છે તેમ છતા તેમાં કેટલા લોકો હતા તેની તપાસ કરવામાં આવશે.
આ મામલે એસઆઈટીની રચના કરવામાં આવી છે. જેમાં રેલવેના એસપી ગૌતમ પરમાર, ડીવાયએસપી રાઓલ, આઈઓ, ડીવાયએસપી કનોજીયા. કાલુપુર ક્રાઈમના આર.એસ.પટેલ સહિતના અધિકારીઓ પણ છે. તો આ તપાસમાં રેલવે પોલીસની સાથે એટીએસ અમદાવાદ, અને સીટી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ જોડાશે.
તો આ સાથે જ સીઆઈડી ક્રાઈમના ડીજીએ જણાવ્યું છે કે જેની પર શંકા દર્શાવવામાં આવશે તેની સામે તપાસ કરવામાં આવશે. છબિલ પટેલ વિશે સીઆઈડી ક્રાઈમના ડીજીએ જણાવ્યું કે હજી પ્રાથમિક માહિતી પંચનામા, પોસ્ટમોર્ટમ, વિટનેસ વગેરે હાલ પ્રાથમિકતાના ધોરણે છે. શંકાના દાયરામાં જે કોઈ આવશે તેમની તપાસ કરવામાં આવશે.
જયંતી ભાનુશાળી હત્યા મામલે સીઆડી ક્રાઈમ ડીજી આશીષ ભાટીયા…. આયોજનપૂર્વક હત્યા કરવામાં આવી તે સ્પષ્ટ છે, કેટલીક મહત્ત્વપૂર્ણ કડીઓ મળી છે, ગાંધીધામ-સામખિયાળી વચ્ચે થઈ છે હત્યા, રાત્રે 12.57ની આસપાસ ચેઇન પુલિંગ કરવામાં આવ્યું છે ભાનુશાળી પર ખૂબ નજીકથી દેશી બનાવટની 7.6 એમએમ પીસ્ટલથી ફાયરિંગ થયું છે, બે ફૂટેલાં અને અને 3 જીવતાં કાર્ટિજ મળ્યાં છે, બૂલેટનું સ્પ્લીન્ટર મળ્યું, વેપન મેચિંગ કરી ગેંગની દ્રષ્ટિએ પણ તપાસ પણ થશે ભાનુશાળી સાથે ઝપાઝપીના નિશાન નથી, ટ્રેનની બારીના કાચ પર નિશાન છે, ટ્રેનની અંદરથી જ ફાયરિંગ થયું છે તે સ્પષ્ટ છે, જે વેપન વપરાયું છે તે ફૂટે તો અવાજ આવે જ આવે, આખી સિકવન્સ સાથે જે કોઇ સંકળાયેલ હશે તેમની પૂછપરછ થશે ભાનુશાળીના સહયાત્રીને થઈ સૌ પહેલી જાણ, બાથરુમ જઈ પાછાં આવતાં કંઇક અસ્વાભાવિક લાગતાં ભાનુશાળીનું ઓઢેલું ખસેડી જોતાં જાણ થઈ, તેમણે રેલવે અધિકારીને જાણ કરી બાદમાં સૌપહેલાં માળીયા પીએસઆઈ ઘટનાસ્થળે સૌપહેલાં પહોચ્યાં હતાં ભૂજથી ચડનારાં તમામ મુસાફરો સહિત પ્રત્યક્ષદર્શી, મોબાઈલ અને મોબાઈલ ટાવરથી લાસ્ટ કોલ વગેરેની તપાસ હાથ ધરાશે, ઘટનાક્રમના સ્થળોના સીસીટીવીના ફૂટેજ મેળવાશે, પંચનામા, પોસ્ટમોર્ટમ, વિટનેસ વગેરે હાલ પ્રાથમિકતા ધોરણે છે તે સહિત શંકાના દાયરામાં જે આવશે તે તમામની તપાસ થશે જયંતી ભાનુશાળીના ભત્રીજા સુનીલ ભાનુશાળીએ અમદાવાદમાં આ કેસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં, છબીલ પટેલ, સિદ્ધાર્થ પટેલ, જયંતી ડુમરા, મનીષા ગોસ્વામી, ઉમેશ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી
|