ગુજરાત ભાજપનું ગઢ સમાન છે. પરંતુ હવે ધીમે ધીમે આ ગઢમાં ગાબડું પડતું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં જનતા મોંઘવારીના માર અને બેરોજગારીના પ્રશ્નથી ભારો ભારો નરાજ જોવા મળી રહી છે. આ વચ્ચે ભાજપે સદસ્યતા અભિયાનની શરૂઆત કરી હતી. પરંતુ જનતાની નારાજગી ભાજપના અભિયાન પર ભારે પડતી જોવા મળી રહી છે. આ સદસ્યતા અભિયાનને નબળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.
આ વખતે સત્તા પર હોવા છતાંય સભ્ય નોંધતા ભાજપને આંખે પાણી આવ્યું છે. સભ્ય નોંધણીને મોળો પ્રતિસાદ મળ્યો છે ત્યારે આ અભિયાનને વેગવંતુ બનાવવા સ્નેહમિલનના નામે કમલમમાં બેઠકો બોલાવાઈ છે. આ ઉપરાંત ધારાસભ્યોને ઠપકો આપવા તેડું મોકલાયું છે. બે કરોડ સભ્ય બનાવવાનો ગુજરાત ભાજપનો લક્ષ્યાંક છે. પરંતુ આ ટાર્ગેટ માટે ‘દિલ્હી અભી દુર હૈ’ જેવી પરિસ્થિતી નિર્માણ થઈ છે. હવે આ સભ્ય નોંધણી અભિયાનને ગતિશીલ બનાવવું એ પડકારજનક છે કેમકે, મંત્રી, અત્યારે પ્રજા વચ્ચે જઈ શકે તેવી સ્થિતી નથી. આ જોતાં એકેય મંત્રી, ધારાસભ્ય કે સાંસદ સભ્ય નોંધણીનો ટાર્ગેટ પૂર્ણ કરી શક્યા નથી. ઉલ્લેખનીય છે કે સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર જેટલા મત ભાજપને ચૂંટણી મળ્યા હતા એટલા સભ્યો પણ અભિયાનમાં જોડાયા નથી. જ્યારે વાત પ્રજા લક્ષ્મી વિકાસ કાર્યની થાય તો, ભાજપના ધારાસભ્યો પણ બોલી રહ્યા છે કામ થતા નથી. આ અસંતોષની લાગણી ભાજપમાં આંતરીક વિખવાદ ઊભો કરી દીધો છે. આમ છતાંય ગુજરાત ભાજપ પ્રદેશ નેતાગીરીએ કમલમ તેડું મોકલી સભ્ય નોધણી ઝુંબેશને વેગવાન બનાવવા કવાયત હાથ ધરી છે.