પીએમ મોદી શોપિંગ ફેસ્ટિવલ સભા સંબોધનના અંશ….
શોપિંગ ફેસ્ટિવલ મોટો અવસર છે, આ આયોજન માટે આયોદકો અભિનંદનને પાત્ર છેઆપણે રવિવારની રાહ જોતા હતા, કે રવિવાર આવે અને ગુજરીમાં જઈને ખરીદી કરીએ
અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલ યોજવો એ તો હિમતવાળાનું જ કામ છે. કેરીમાંથી રસ કાઢ્યાં પછી છોતરાં અને ગોટલામાંથી ફજેતો બનાવે તેવું આ અમદાવાદ
અમદાવાદના મિજાજને સલામ, શોપિંગ ફેસ્ટિવલ મોટો બદલાવ છે, અમદાવાદની વ્યાખ્યા હવે બદલવી પડશે. અમદાવાદ શહેર ઘણું બદલાયું છે, આ સામૂહિકતાની તાકાત છે
આવા શોપિંગ ફેસ્ટિવલ વિદેશોમાં જ થાય છે, હવે અમદાવાદમાં યોજાયું છે, અને પાથરણાંવાળા અને હસ્તકલાવાળા પણ ફેસ્ટિવલમાં જોડાયાં છે.
-ગુજરાતી સંસ્કૃતિ અને હસ્તકલાની ઝલક મને જોવા મળી છે. વિરાસતના મેળામાં જરૂર જવું જોઈએ. ખંભાતના અકીકમાંથી બનેલ વસ્તુઓ પણ રજૂ કરાઈ છે.
આપણે આવી વિરાસતને રજૂ કરીને વિદેશમાં મોટુ માર્કેટ મેળવવા માટે નવું પ્લેટફોર્મ મળશે, સરકાર પણ આ માટે પ્રયાસો કરી રહી છે. અમે કેટલાય નિયમોને સરળ કર્યા છે.
40 લાખ રૂપિયાના ટર્નઓવર સુધી જીએસટી રજિસ્ટ્રેશન ફરજિયાત નથી, પહેલા આ મર્યાદા 20 લાખ હતી.
જીએસટીમાં સરળતા કરી રહ્યા છીએ અને નવા સુધારા કરી રહ્યા છીએ,ભારતની નિકાસમાં 40 ટકા ફાળો નવા ઉદ્યોગોનો છે.
ગ્લોબલ માર્કેટ પણ ભારતના બજારની રાહ જોઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર પણ નાના ઉદ્યોગોને પૂરતી સહાય માટે તૈયાર છે.
નાના ઉદ્યોગકારોને પણ ઘણી બધી છૂટ અપાઈ છે., નિકાસ કરતાં નાના ઉદ્યોગોને વધુ લાભ મળશે.સરકારે નાના ઉદ્યોગોને નવું માર્કેટ અપાવવા પ્રયત્નશીલ રહે છે.સરકારે જીઈએમ-જેમ પોર્ટલ પણ બનાવ્યું છે આ પ્લેટફોર્મમાં કેન્દ્રના દરેક વિભાગમાં મોટાભાગની ખરીદી જેમથી કરવામાં આવે છે તેને લાભ એ મળ્યો છે કે
દેશના દૂરદરાજમાં રહેતો નાનો વેપારી કે ગૃહિણી પણ સરકારને પોતાના ઉત્પાદનો વેચી શકે છે અત્યાર સુધીમાં સાડા સોળ હજાર કરોડ રુપિયાનો વેપાર થઈ ચૂક્યો છે.
સરકારે ઓનલાઈન માર્કેટ પ્લેટફોર્મ GEM બનાવ્યું છે, 16,500 કરોડનો બિઝનેસ આ પ્લેટફોર્મ પર થઈ ગયો છે.
દેશમાં ખાદીનું વેચાણ વધ્યું છે, અને લોકો ખાદી ખરીદવા માટે આકર્ષાયા છે. મેક ઈન ઈન્ડિયા આજે ગ્લોબલ બ્રાન્ડ ગઈ છે.
ખેડૂતો, યુવાનો, વેપારીઓ અને તમામ જનતાનું નવું ભારત બનશે,વિકાસની ગતિ હવે રોકાવાની નથી. સકારાત્મકતા અને ઈમાનદારીથી પ્રયત્ન કરવાની જરુરત છે.
બાપુના સત્યાગ્રહ સાથે જોડાયેલી એક વિરાસત આપણને મળેલી છે એટલે ખાદી દેશની જ નહીં વિદેશની ફેશનનો પણ હિસ્સો બની છે તે સરકારના પ્રયત્નોનું પરિણામ છે.મેકઈન ઇન્ડિયા ગ્લોબલ બની ગયું છે.
હું વેપારી સાથીઓને અનેક શુભકામનાઓ આપું છું. આ મારો 4 કાર્યક્રમ છે. આ જ સાબરમતીના કિનારે બેસીને જે ભણ્યો તેવા એક પનોતા પુત્ર, ડોક્ટર વિક્રમ સારાભાઈની પ્રતિમા અનાવરણ કરવાનો મોકો પણ મને મળ્યો છે. કલાકીય દ્રષ્ટિથી પણ ઉત્તમ એવી એ પ્રતિમા રિવરફ્રન્ટની શાન વધારી દેશે
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલને દર વર્ષનો નિયમિત કાર્યક્રમ બનાવવામાં આવે તેવા પ્રયાસ કરવાનો આયોજકો અનુરોધ છે. દુનિયામાં ઘણી જગ્યાએ આ પ્રકારના ફેસ્ટિવલ યોજાય છે.. આપણે પણ એક તારીખ નક્કી કરીને તમામ વેપારીઓને સાંકળીને આવો વેપાર ઉત્સવ યોજવાશૈલેષભાઈની ટીમ કામે લાગે તેવો વિશ્વાસ છે.કોઈ તારીખ નક્કી કરીને આવો ફેસ્ટિવલ યોજવો જોઇએ.
ગુજરાતની ધરતી પર કામ કરવાવાળા દરેકે વિશ્વવ્યાપારમાં નામ બનાવવા લાગી જવું જોઇએ. વિશ્વના માર્કેટનો લાભ લેવા આગળ આવી આપણા નેચરલ રીસોર્સીસ વાપરીને દુનિયાના બજારમાં ડંકો વગાડે.
ગ્રાહકોને આ શોપિંગમાં આવી ખરીદી કરવાનો આગ્રહ કરું છું.મને પાકો વિશ્વાસ છે કે અમદાવાદીઓ તેનો ફાયદો ઉઠાવશે. હું અમદાવાદીઓને આ શોપિંગ ફેસ્ટિવલનો વધુમાં વધુ ફાયદો ઉઠાવવા આગ્રહ કરુ છું |