વાયબ્રન્ટની પૂર્વસંધ્યાએ નેધરલેન્ડ અને ગુજરાત વચ્ચે થયાં 6 MOU

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વાયબ્રન્ટ સમિટ 2019ના પૂર્વાર્ધ દિવસે જ જાપાન ઇઝરાયેલ અને નેધરલેન્ડના ડેલીગેશન સાથે તબક્કાવાર બેઠકો યોજી હતી. મુખ્યપ્રધાન સાથે જાપાનના ટ્રેડ ઇકોનોમી એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર શ્રીયુત યોશીહિકો ઇસોઝાકી અને ડેલીગેશનની યોજાયેલી બેઠકમાં જાપાનીઝ કંપનીઓ અને ઉદ્યોગકારોએ ગુજરાતમાં જે રોકાણો અને ઉદ્યોગો શરૂ કરેલા છે તે સન્દર્ભમાં પરામર્શ કરાયો હતો.

ગુજરાતમાં ડી.એમ.આઇ.સી બુલેટ ટ્રેન સહિત માંડલ બેચરાજી વિસ્તારમાં જાપાનીઝ ઉદ્યોગકારોને માળખાકીય સુવિધા અંગે પણ ચર્ચા થઇ હતી. આ પ્રસંગે મુખ્યપ્રધાને ગિફ્ટ સિટીમાં જાપાનની ફાઇનાન્સ બેંકોની બ્રાન્ચ શરૂ કરવા પણ સુઝાવ આપ્યો હતો.

બેઠક દરમિયાન ચર્ચાઓમાં ખાસ કરીને ડિફેન્સ,આઇટી, શિપિંગ, ફૂડ પ્રોસેસિંગ, વગેરે ક્ષેત્રોમાં જાપાનના ઉદ્યોગકારોના રોકાણથી MSME સેક્ટરને નવી દિશા મળશે તે વિષયે પણ પરામર્શ થયો હતો.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે નેધરલેન્ડના મિનિસ્ટર ઓફ ટેક્ષેશન એન્ડ કસટમ્સ મેન્નો સ્નેલ અને પ્રતિનિધિ મંડળની યોજાયેલી બેઠકમાં ગુજરાત અને નેધર લેન્ડ વચ્ચે 6 એમ.ઓ.યુ કરવામાં આવ્યાં હતાં.

આ ઉપરાંત સોલાર એનર્જીમાં ફ્લેક્સિબલ સોલાર પેનલ, ઓફ શોર એન્ડ ઓન શોર વિન્ડ એનર્જી, વડોદરા મહાનગર પાલિકા સાથે હાઇ એફિસિયન્સી વેસ્ટ ટુ એનર્જી મેનેજમેન્ટ, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ ટેક્નોલોજી,  PPP મોડલ પર રેડિયો એન્ડ કાર્ડિયોલોજી સેન્ટર તેમજ સેલાઇન ફાર્મિંગના ક્ષેત્રોમાં એમ.ઓ.યુ થયાં હતાં.

આ બેઠકમાં મુખ્ય સચિવ ડો. જે.એન.સિંહ મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અગ્ર સચિવ એમ.કે.દાસ સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]