રાજ્યમાં આવનારા ઠગથી લોકો સાવધ રહેઃ CR પાટીલ

અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો ગરમાવો આવી રહ્યો છે. ભાજપના પ્રદેશાધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા આજથી ‘વન ડે વન ડિસ્ટ્રિક્ટ’  કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. તેમણે સુરતના કડોદરામાં પેજ સમિતિના કાર્યકરોને સંબોધ્યા હતા.  તેમણે આ સભામાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી  પર આકરા પ્રહારો કર્યા હતા.

તેમણે કહ્યું હતું કે ગુજરાતના લોકોને મફતનું ફાવતું નથી. મફતને નામે વોટ માંગનારો એ વ્યક્તિ ઠગ નહીં મહા ઠગ છે, પરંતુ રાજ્યના લોકો જાણે છે કે કોણ ઠગ છે’

પાટીલ આજે બારડોલીના પ્રવાસે હતા જ્યાં તેમણે આપ અને બીટીપીના ગઠબંધન અંગે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. પાટીલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ભૂતકાળમાં પણ આવા ઘણાં ગઠબંધન થયાં છે. એટલું જ નહીં, આપ અને બીટીપીના ગઠબંધનને શાણો ગુજરાતી ક્યારેય પસંદ નહીં કરે.

તેમણે કહ્યું હતું કે ચૂંટણી આવે એ પહેલાં દેડકાઓ ડ્રાંઉં-ડ્રાંઉં કરતા આવી જાય છે.  હમણાં એક નવો અવતાર આવ્યો છે. એક મહા ઠગ ગુજરાતમાં આવે છે, ગુજરાતની જનતા ચેતીને રહે. એક પપ્પુ છે જેણે પાર્ટીનું બંટાધાર કરી દીધું છે. આમ પાટીલે કોઈનું નામ નહોતું લીધું