યુનાઈટેડ નેશન્સ ઓર્ગેનાઈઝેશનના અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત હેડ્ક્વાટર્સમાં મોરારિબાપુની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરારિબાપુથી કથાનું આયોજન UNOમાં થવાથી ના માત્ર ભારત, પણ અદ્યાત્મિક જગત માટે વિશેષ આનંદની વાત છે. યુએનઓ એ આંતરરાષ્ટ્રીય દેશોનું સંગઠન છે, જેમાં 193 દેશ સદસ્ય છે. હાલ સુધીમાં કોઈ પણ ભારતના કોઈ કથાકાર જ નહીં, પણ કોઈપણ અદ્યાત્મિક વિભૂતિને આ પ્રકારનો અવસર મળ્યો નથી કે યુએનઓ હેડક્વાર્ટરમાં સત્સંગ કરી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરારિબાપુની આ 940મી રામકથા છે. રામકથાકાર મોરારિબાપુની 9 દિવસની રામકથાનું આયોજન 27 જુલાઈથી 4 ઓગસ્ટ સુધી અમેરિકા સ્થિત યુએનઓ હેડક્વાર્ટરમાં કરવામાં આવ્યું છે. મોરારિબાપુ આ માટે ન્યૂયોર્ક પહોંચી ગયા છે. આ કથાનું આયોજન એ દર્શાવે છે કે પશ્ચિમી દેશોમાં ભારતીય પરંપરા, સનાતન ધર્મ અને ભારતીય દર્શન પ્રત્યે દુનિયાના દેશોની દૃષ્ટિ ઉદારતાભરી છે. આ કથાની મંજૂરી મળવી એ જ દર્શાવે છે કે દુનિયાના દેશો એમ માની રહ્યા છે કે રામચરિત માનસ ગ્રંથમાં જે લખવામાં આવ્યું છે એનાથી સમાજને, દુનિયાને નવો શાંતિનો પથ મળશે.
મોરારિબાપુની આ કથા જીવંત પ્રસારણ ‘VEDIC Channel & Chitrakoot Dham Talgajarda નામની યૂટ્યૂબ ચેનલ પર બતાવવામાં આવશે. કથાના પહેલા દિવસે 28 જુલાઈ, 2024. એટલે 27 જુલાઈનીમોડી રાત્રે 1:30 વાગ્યાથી 28ની વહેલી સવારે 4:30 વાગ્યા સુધી. બાકીના દિવસોની કથા 28 જુલાઈથી 4 ઓગસ્ટ, 2024 ભારતીય સમય મુજબ સાંજે 7:30થી રાત્રે 11:00 વાગ્યા સુધી કથા ચાલશે.
મોરારિબાપુની કથા વિદેશોમાં જ્યારે પણ થાય છે ત્યારે એનું લાઇવ પ્રસારણ થાય છે, પણ વિશેષ જાણકારી એ છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIના માધ્યમથી આ કથાને દુનિયાભરમાં પ્રસારિત કરવામાં આવશે. લાઈવ પ્રસારણમાં હિન્દીમાં કથા સાંભળી શકીશું તો બીજી તરફ AIની મદદથી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કથા મોરારિબાપુના જ અવાજમાં પણ સાંભળી શકાશે. મોરારિબાપુ કથા તો હિન્દીમાં જ કરશે, પણ એના 40 કલાક પછી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરાયેલી કથા સાંભળવા મળશે.