SBSમાં એડવાન્સમેન્ટ એન્ડ ઇનોવેશન્સ ઇન મેનેજમેન્ટ પર કોન્ફરન્સનું આયોજન

અમદાવાદઃ એસોસિયેશન ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટ સ્કૂલ્સના સહયોગથી શાંતિ બિઝનેસ સ્કૂલમાં ‘’નેશનલ કોન્ફરન્સ ઓન રિસન્ટ એડવાન્સમેન્ટ એન્ડ ઇનોવેશન્સ ઇન મેનેજમેન્ટ 2023″ (NCRAIM2023)નું આયોજન કરવામાં આવ્યું હતું. મેનેજમેન્ટ જગતના કેટલાક દિગ્ગજોએ તેમની હાજરી સાથે આ પ્રસંગને શોભાવ્યો હતો. આ પ્રસંગે દેશમાંથી મળેલા ઉપરોક્ત વિષયના 65 રિસર્ચ પેપર્સમાંથી 36 રિસર્ચ પેપર્સના એબ્સ્ટ્રેકના સોવેનિયરનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ કોન્ફરન્સના ઉદઘાટન સમારોહની શરૂઆત “શાંતિ બિઝનેસ સ્કૂલ”નાં ડિરેક્ટર ડૉ. નેહા શર્માના સ્વાગત પ્રવચન સાથે થઈ હતી, જ્યાં તેમણે વિદ્યાર્થી મેનેજર્નેસને ઇન્ડસ્ટ્રી રેડી પ્રોફેશનલ્સ બનાવવા માટે મેનેજમેન્ટના ક્ષેત્રમાં નવા ફેરફારો અને એડવાન્સિસ મેળવવા માટે શિક્ષણવિદો અને માર્ગદર્શકો વચ્ચે સંવાદના મહત્ત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂક્યો હતો. સત્રના મુખ્ય અતિથિ બદ્રી નારાયણ ગોપાલકૃષ્ણન, ફેલો અને ભૂતપૂર્વ વડા TCSED, નીતિ આયોગ, ભારત સરકાર હતા. અતિથિવિશેષ તરીકે પ્રા. ડો. જી કે શિરુડે, પ્રાદેશિક ઉપાધ્યક્ષ, પશ્ચિમ ઝોન (AIMS) અને વાઇસ ચાન્સેલર બાલાજી યુનિવર્સિટી, પુણે અને ડો. રોહિત સ્વરૂપ, સ્થાપક અધ્યક્ષ એક્સપ્લોરા ડિઝાઇન સ્કૂલ હતા. એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર શાંતિ બિઝનેસ સ્કૂલ,  કે.જી.કે. પિલ્લઈના આભારના પ્રવચન દ્વારા સમારોહનું સમાપન થયું હતું.

આ કોન્ફરન્સની થીમ “બિઝનેસ વેલ્યુ ટ્રાન્સફોર્મેશન ફોર રિઇન્વેન્ટિંગ કોમ્પિટિટિવ એડવાન્ટેજ” હતી. આ કોન્ફરન્સમાં બિઝનેસ પ્રોગ્રેસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતુ, જે બિલ્ડિંગ ઇનોવેશન કેપેબિલિટીસ, એન્સ્યોરિંગ ઇન્વેસ્ટમેન્ટ, હિસ્સેદારોની સ્વીકૃતિ મેળવવા અને ઉત્તમ વિચારોને ફાયદાકારક વ્યાવસાયિક પરિણામોમાં ફેરવીને યોગ્ય પ્રકારની ટેક્નોલોજીનો લાભ લેવા જેવા અનેક મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ બે દિવસીય કાર્યક્રમ હાઇબ્રીડ મોડ એટલે કે ઓફલાઇન અને ઓનલાઇન – એમ બંન્ને રીતે યોજવામાં આવ્યો હતો.