અમદાવાદ- એનટીપીસી(નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન) લિમિટેડ દ્વારા કચ્છમાં 5000 મેગાવોલ્ટનો અલ્ટ્રા મેગા સોલાર પાવર પાર્ક સ્થાપવાનું આયોજન છે, જે માટે આશરે 20000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.
અત્યારે એનટીપીસીની વીજક્ષમતા 54326 મેગાવોલ્ટ છે, જેમાં વધુ 5290 મેગાવોલ્ટનો ઉમેરો કરવાનું કંપનીનું આયોજન છે. કોલસા દ્વારા વીજઉત્પાદન કંપનીનો પ્રાથમિક સ્રોત રહેશે, પણ એમાં સોલાર અને વેસ્ટમેનેજમેન્ટમાંથી વીજઉત્પન્ન કરવા જેવી વૈકલ્પિક પદ્ધતિઓનો સમાવેશ કરવા પણ કંપની મથી રહી છે. કચરામાંથી વીજળી નિર્માણ કરવાના પ્લાન પર કંપની સુરતમાં કાર્યરત પણ છે.
સોલાર પાર્ક માટે કચ્છમાં કંપનીએ સ્થળ નક્કી કર્યું છે અને ચાલુ વર્ષથી આરંભ કરી જુદાજુદા તબક્કામાં આ સોલાર પાર્કનું નિર્માણ કરવામાં આવશે. રાજસ્થાનમાં પણ સ્થળની શોધ ચાલી રહી છે.