અમદાવાદ-ડો. આઈ.પી. ગૌતમ, આઇ.એ.એસ. (નિવૃત્ત), જીએમઆરસીના મેનેજિંગ ડિરેક્ટર (એમડી) ને ભારત સરકાર દ્વારા લોકપાલના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
તેઓની આ નવી નિયુક્તિના પગલે આઇ.પી. ગૌતમે જીએમઆરસીના મેનેજિંગ પદેથી રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે ગૌતમે જીએમઆરસીના એમડી તરીકે 25 મી માર્ચ 2019ના રોજ જવાબદારી સ્વીકારી હતી.
આ સાથે રાજ્ય સરકારે મુકેશપુરી, આઇ.એ.એસ., મુખ્ય સચિવ, શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ, એમડીને જીએમઆરસીનો વધારાના ચાર્જ સોંપવાનું નક્કી કર્યું છે. ડૉ. આઇ. પી. ગૌતમએ મુકેશ પુરીને આજે જીએમઆરસી એમડીનો હવાલો સોંપી દીધો છે.