ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્ર-કચ્છ પછી ઉત્તર ગુજરાત જળબંબોળ

 અમદાવાદઃ દેશનાં અનેક રાજ્યોમાં ભારે વરસાદનું તાંડવ છે. રાજ્યમાં પણ મેઘમહેર થઈ રહી છે.  સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પછી મેઘરાજા ઉત્તર ગુજરાતમાં વરસાદે કહેર મચાવ્યો છે. ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા અને પાટણ સહિતમાં વરસાદ વરસ્યો હતો. યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જળબંબાકારની સ્થિતિ થઈ છે. જેથી સામાન્ય જીનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.  રસ્તા પર વરસાદી પાણી ફળી વળ્યાં હતાં, જેથી વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી. રાજ્યના 167 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

સાબરકાંઠાના તલોદ અને ઈડરમાં સાડાપાંચ ઈંચથી વધુ,  લુણાવાડા અને વીરપરમાં પણ પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠમાં ખેતરો બેટમાં ફેરવાયાં હતાં આ ઉપરાંત બાગાવાસમાં લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતાં. જૂનાગઢમાં છ પશુનાં મોત થયાં છે, ઓજત નદીના પાણી ઘેડ પંથકમાં ફરી વળ્યાં હતાં. ધમરોળ્યું છે. ઓજત નદીનાં પાણી કેટલાંય ગામોમાં ઘૂસી ગયાં હતાં.મહેસાણાના ખેરાલુમાં માત્ર ત્રણ કલાકમાં ચાર ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ખેરાલુ શહેરના તમામ માર્ગો પર ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા હતા. ખેરાલુ પથંકના 20થી વધુ ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા. ખેરાલુ પાસે પસાર થતી રૂપેણ નદી બે કાંઠે વહી રહી છે. જેથી નીચાણવાળા વિસ્તારમાં આવેલા મકાનોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ, વિજાપુરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ ખેડૂતો પણ બેટમાં ફેરવાયા હતા. જેને પગલે કપાસ અને મગફળીના પાકમાં નુકસાનની ભીતિ જોવા મળી રહી છે.

જૂનાગઢ જિલ્લામાં અવિરાત વરસાદ વરસી રહ્યો છે. માંગરોળ તાલુકાના ઓસાઘેડ, પાદરડી, બગસરા, બાલાગામ સહિતના ગામોમાં ઓજત નદીના પાણી ઘૂસી ગયાં હતા માણાવદર તાલુકાનું મટીયાણા ગામ બેટમાં ફેરવાયું છે. ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા. સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને તલોદ અને ઈડરમાં ભારે મેઘમહેર થઈ હતી. ઈડરમાં પોણા છ ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજ્યના 59 તાલુકામાં એકથી લઈ પોણા છ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.