નરોડાના કેપિટલ કોમ્પ્લેક્સમાં આગઃ કોઈ જાનહાનિ નહીં

અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં સ્મશાન પાસેના કેપિટલ કોર્પોરેટ કોમ્પલેક્સમાં આગ લાગી હતી. આ આગ લાગતાં કોમ્પ્લેક્સમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં આગ બુઝાવવા ફાયર બ્રિગેડની 12 ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે હજુ સુધી જાનહાનિ અહેવાલ નથી.

આ કોમ્પ્લેક્સમાં કોરોનાની વેદાંત મલ્ટિસ્પેશિયલ્ટી હોસ્પિટલ પણ આવેલી છે, જેના પગલે ફાયરબ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો. ફાયરબ્રિગ્રેડે આગ કાબૂમાં લઈ લીધી હતી. આ હોસ્પિટલમાં તમામ દર્દીઓને રેસ્ક્યુ કરી નીચે ઉતારી SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડો. ઓમપ્રકાશ મછરા પણ નરોડા દોડી આવ્યા હતા આ કોમ્પ્લેક્સમાં IDBI બેન્કની બ્રાન્ચના એસીમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.

આ કોમ્પ્લેક્સમાં બે હોસ્પિટલ આવેલી છે. આગ લાગતાં કોમ્પલેક્સમાં આવેલી વેદાંત હોસ્પિટલમાં દાખલ કોરોનાના આઠ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. કોમપ્લેક્સમાં આગ લાગતા લાઇટો બંધ કરવાની ફરજ પડી હતી. આ  આગ લાગવાને કારણે વાહનો તેમ જ કોમ્પલેક્સમાં ભારે નુકસાન થયું હતું.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]