દેશમાં કોરોના વાઇરસને પગલે લોકકડાઉન કરવામાં આવ્યું હતું. આ લોકડાઉનમાં સિવિલ સોસાયટીના લીડર્સની ધારણાઓ કઈ હતી અને તેમનો અનુભવ કેવો રહ્યો એ વિશે એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં ત્રીજી મેથી 10 મે, 2020ની વચ્ચે આશરે 65 સિવિલ સમાજના નેતાઓનો કરવામાં આવ્યો હતો. આ સર્વેક્ષણમાં સરકાર અને સિવિલ સોસાયટીની વચ્ચે વધુ સમન્વયની આવશ્યકતાની જરૂર છે એવો નિષ્કર્ષ નીકળ્યો છે. કોવિડ-19 સંકટનો સામનો કરવા માટે ચાલી રહેલા કામ વિશે પોતાના અનુભવો અને ધારણાઓનું અનુમાન લગાવવા માટે કરવામાં આવેલા સર્વેમાં વિવિધ ભૌગોલિક ક્ષેત્રોમાં કામ કરી રહેલા સંગઠનના નેતાઓને સામેલ કરવામાં આવ્યા હતા.
આ સર્વેના પરિણામની પ્રતિક્રિયા આપતાં પ્રોફેસર મધુકર શુકલા અને એમએસ શ્રીરામ –સિવિલ સમાજના બે શ્રેષ્ઠ શોધકર્તાઓએ સિવિલ સમાજ માટે આ અભૂતપૂર્વ સમયમાં વ્યૂહરચના અને કાર્યપદ્ધતિઓને ફરી બનાવવા પર ભાર મૂક્યો હતો. આ નિષ્કર્ષોને આધારે તેમણે લેવડદેવડ આધારિત મોડલ (ટ્રાન્ઝેક્શન બેઝ્ડ મોડલ)ને બદલે વિશ્વાસ આધારિત મોડલ (ટ્રસ્ટ બેઝ્ડ મોડલ)નો પ્રસ્તાવ મૂકવાનું સૂચવ્યું હતું. જે કાર્યકર્તાઓને વધુ સ્વાયત્તતા અને સ્વતંત્રતા પ્રદાન કરશે.
- સર્વેક્ષણના મુખ્ય નિષ્કર્ષ
સમાજના લોકો સરકારી સેવાઓ અને નીતિઓનો લાભ નથી લઈ રહ્યા અને એક મોટો વર્ગ કોરોના વાઇરસથી બચવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ, એનાથી પરિચિત નથી. 40 ટકાથી વધુ સંસ્થાઓએ મહેસૂસ કર્યું કે જે સમાજમાં તેઓ કામ કરી રહ્યા છે, એમાંના મોટા ભાગનાં ઘર સરકારી સુવિધાઓનો લાભ લઈ નથી રહ્યાં અને 20 ટકાથી વધુ સંગઠનોએ અનુભવ્યું કે સમાજોને જરૂરી સતર્કતા વિશે માહિતી નથી.
સંગઠન ઉપયોગીરૂપથી સરકારની ભાગીદાર કરવામાં સક્ષમ નથી. આશરે અડધા સિવિલ સમાજના નેતાઓએ સરકારી અધિકારીઓ સુધી સરળતાથી નથી પહોંચી શક્યા, જેથી નીચલા સ્તરે સમન્વય કરવાની તાતી જરૂર છે. બે તૃતીયાંશથી વધુ લોકોએ અનુભવ કર્યો કે નીતિ બનાવનારા અધિકારીઓ તેમના સૂચનોને લઈને બહુ ગંભીર નથી. ગ્રામીણ ક્ષેત્રોમાં કામ કરતા નાનાં સંગઠનો માટે સરકારી અધિકારીઓ સુધી પહોંચવું વધુ મુશ્કેલ બન્યું છે.
માત્ર આશરે 10 ટકા સંગઠનોના જવાબોથી માલૂમ પડ્યું છે કે તેઓ સીધા સરકારના પ્રયાસોમાં સામેલ છે અને 40 ટકાથી વધુ લોકોએ કહ્યું હતું કે તેમને કામ કરવા માટે સરકારની સાથે સમન્વય કરવામાં સૌથી મોટા પડકારો સામેલ હતા.
- સરકારી સૂચનાઓ અને નિર્દેશ ભ્રામક છે/ સમજવામાં મુશ્કેલ છેઃ આશરે અડધા સિવિલ સમાજ સંગઠનોને પોતાનાં કામ માટે સરકારી નિર્દેશોને સમજવામાં મુશ્કેલી થઈ છે. રાહત પ્રયાસો માટે નાણાં સંસાધનોને એકત્ર કરવામાં બધો સમય જતો રહ્યો. આ સર્વેક્ષણમાં માલૂમ પડ્યું હતું કે નાણાં સંસાધનો એકત્ર કરવા સંગઠનો માટે સૌથી વધુ સમય લેનારી કામગીરી કરી છે અને આશરે 60 ટકા સંગઠનો માટે સૌથી મોટા પડકારોમાંનો એક છે. જરૂરી સંસાધનોનો એક મોટો ભાગ સ્વતંત્ર રાહત પ્રયાસો માટે (સરકારની કોઈ પણ મદદ વિના) થઈ શકે છે, જેમાં અડધા સંગઠનોએ પોતાનો મોટા ભાગનો સમય જવાની સૂચના આપી હતી.
- નાગરિક સમાજના નેતત્વ દાતાઓ દ્વારા લાંબા સમયથી ચાલી રહેલા અન્ય પ્રયાસોની ઉપેક્ષાની ચિંતા છેઃ કેટલાક નેતાઓએ અન્ય મહત્ત્વપૂર્ણ ક્ષેત્રો જેવાં કે કુપોષણ, શિક્ષણ, ઘરેલુ હિંસા, બાળ દુર્વ્યવહાર અને મહિલાઓના અધિકારોના મુદ્દાઓની ઉપેક્ષા અથવા તેમને નજરઅંદાજ કરવાના સંદદર્ભામાં પોતાની ચિંતાઓ જાહેર કરી હતી. કેટલાંક સંગઠનોએ વ્યક્ત કરી હતી કે આ કેટલાંક વર્ષોના સામૂહિક પ્રયાસો અને પ્રગતિને ધીમી પાડશે. એક ચતુર્થાંશથી વધુ લોકોએ કહ્યું છે કે તેમની કામગીરીની પુનઃયોજના અને દાતાઓની સાથે સમન્વય અને સંચારમાં તેમનો વધુ સમય વ્યતીય થઈ રહ્યો છે.
- મુખ્ય સૂચનો (સિવિલ સમાજના નેતૃત્વ દ્વારા પ્રસ્તાવિત)
(ફન્ડિંગ સંસ્થાઓ) માટે
- સંસ્થાઓ દ્વારા વર્તમાનમાં અભૂતપૂર્વ પડકારો સામનો કરવા માટેને સમયમર્યાદા, રિપોર્ટિંગ માપદંડો અને ડેટાની આવશ્યકતાઓને લવચીકતા પ્રદાન કરવામાં આવે.
- સંગઠનોને વિશ્વાસ અપાવવામાં આવે કે સમાજના અન્ય મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોને નજરઅંદાજ ના કરવામાં આવે.
વિવિધ સ્તરોએ સરકારો માટે
- નાનાં ભૌગોલિક ક્ષેત્રો (જેવાં કે શહેરી વિસ્તારો અને બોર્ડ અથવા ઝોન) ના વહીવટ માટે સ્થાનિક કાર્યકર્તાઓ જેવી કે સ્થાનિક સરકારો અને સામૂહિક સંગઠનોને સામેલ કરવા
- નાના વેપારીઓ અને ખેડૂતોને નાણાકીય સહાય કરવી
- ગ્રામીણ ક્ષેત્રમાં મનરેગાના માધ્યમથી તત્કાળ રોજગાર ઉપલબ્ધ કરાવવો
આ અહેવાલ પ્રોફેસર અંકુર સરિન દ્વારા IIM–અમદાવાદની સંશોધનકારોની ટીમ – બિયાન્કા શાહ, ઇસુ ગુપ્તા, કરણ સિંઘલ અને શ્રદ્ધા ઉપાધ્યાય સાથે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. તેઓ ડેટા એનાલિસિસ અને વિઝ્યુલાઇઝેશનમાં મદદ કરવા બદલ પ્રિયંકા સાહુના આભારી છે.