અમદાવાદ- એલ.ડી. ઇજનેરી કોલેજ, અમદાવાદ ઇન્ફોરમેશન ટેક્નોલોજી વિભાગમાં 20 જાન્યુઆરીએ રાષ્ટ્રીય કક્ષાની રીસર્ચ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ભારતમાંથી ૪૦થી વધુ સંશોધક પેપર રજૂ થશે.આ રીસર્ચ કોન્ફરન્સમાં કલાઉડ કોમ્પ્યુટિંગ , બિગ ડેટા, સિકયોરિટી ,મશીન લર્નિંગ, ઇમેજ પ્રોસેસિંગ અને આઈઓટી જેવા સાંપ્રત રીસર્ચ વિષયમાં પોતાનું અદ્યતન સંશોધન રજૂ કરશે. આ રિસર્ચ કોન્ફરન્સમાં આખા દેશમાંથી એમિટી સ્કૂલ- ઉત્તર પ્રદેશ, ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ– આંધ્ર પ્રદેશ , ગુજરાતમાં રાજકોટ , મોડાસા , ભાવનગર એમ અલગઅલગ ઇજનેરી કોલેજમાંથી રિસર્ચ પેપર રજૂ થશે.
આ કોન્ફરન્સમાં મગફળીના પાકનું કેટલું ઉત્પાદન થશે, સોશિઅલ મીડિયાને કેવી રીતે સિકયોર કરી શકાય એવા અલગ અલગ સામાજિક અને અર્થતંત્રને લગતા પેપર રજૂ થશે. આ કોન્ફરન્સ માંઇન્ડિયન સાઇન લેન્ગવેજ (મુકબધિર માટે), ખોટી રીતે પાર્ક થયેલ વાહન કેવી રીતે શોધવું તે માટે વપરાતી ટેકનિકોનું એનાલિસિસ એવા ભિન્ન વિષયો પર સર્વે પેપર પણ રજૂ થશે.
આ કોન્ફરન્સનું આયોજન નિયામક શ્રી , ટેકનિકલ શિક્ષણ, ગાંધીનગરના વડપણ હેઠળ એલ.ડી. એલ્યૂમની એસોસિએશન અને ગુજકોસ્ટ, ગાંધીનગરના સહયોગથી કરાયું છે.