અમદાવાદઃ થોડા સમય પહેલા થયેલી જયંતી ભાનુશાળીની સયાજી એક્સપ્રેસમાં પોઈન્ટ બ્લેન્ક રન્જથી ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારે એડીજીપી અજય તોમરે ભાનુશાળીની હત્યા અંગે પત્રકાર પરિષદમાં ખુલાસો કર્યો છે.
આ ઘટનામાં છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીનું નામ બહાર આવ્યું છે. મનીષા ગોસ્વામી વિરુદ્ધ નરોડા પોલિસ સ્ટેશનમાં સુનીલ ભાનુશાળીને ભત્રીજાએ ફરિયાદ નોંધાવી હતી. મનીષા ગોસ્વામીના ભત્રીજાની ફરિયાદના આધારે મનીષા ગોસ્વામીને થોડા દિવસ પોલીસ કસ્ટડીમાં પણ રાખવામાં આવી હતી.
જયંતી ભાનુશાળીને કચ્છમાં છબીલ પટેલસાથે પણ રાજકીય મનદુખ હતું. જયંતી ભાનુશાળીની હત્યા માટે બહારથી હત્યારા બોલાવવામાં આવ્યા હતા. હત્યાર આવ્યા ત્યારે મનીષા ગોસ્વામી તેમની વ્યવસ્થા કરવા માટે કચ્છમાં જ રોકાઈ હતી, જ્યારે છબીલ પટેલ ભારત છોડીને વિદેશ ભાગી ગયા હતા.
પોલિસે જણાવ્યું કે, જયંતી ભાનુશાળીની હત્યાનું કાવતરું છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીએ ભેગા મળીને રચ્યું હતું. આ બંને ભાનુશાળીની હત્યાના મુખ્ય આરોપી છે, પરંતુ અત્યારે બંને પોલીસની પકડથી દૂર છે. છબીલ પટેલને વિદેશથી પકડી લાવવા માટે પોલિસ ઈન્ટરપોલની મદદ પણ લઈ શકે છે.
હત્યારાઓએ ભાનુશાળીની હત્યા પહેલા તેમના રૂટની રેકી કરી હતી. ઉલ્લેખનીય છે કે જયંતિ ભાનુશાળીની હત્યા સયાજી એક્સપ્રેસમાં હત્યા કરવામાં આવી હતી. જયંતિ ભાનુશાળી અને છબિલ પટેલ વચ્ચે વિવાદ હતો. તો મનીષા અને ભાનુશાળી વચ્ચે પણ નાણાકીય બાબતને લઇને વિવાદ ચાલી રહ્યો હતો. આથી મનીષા અને છબીલ પટેલે ભાનુશાળીને રસ્તામાંથી હટાવવાનો નિર્ણય કર્યો હતો તેવું CID ક્રાઇમ બ્રાંચનાં DIG અજય તોમરે કહ્યું હતુ.