સરકારના CED, “AADEE ગર્ભસંસ્કાર એપ” વચ્ચે MOU થયા

ગાંધીનગરઃ ગુજરાત સરકારના “ધ સેન્ટર ફોર આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ”(CED) અને “AADEE ગર્ભસંસ્કાર એપ” વચ્ચે પ્રોમિસિંગ પ્રેગનન્સી માર્કેટના એસ્પાઇરિંગ ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે તેમ જ પ્રાચીન ભારતીય પ્રથા અનુસાર પ્રિનેટલ એજ્યુકેશન આપવા માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) સાઇન કરવામાં આવ્યા છે.

આ MOU અંતર્ગત “AADEE ગર્ભસંસ્કાર એપ” CED સાથે સંકળાયેલા પ્રેગનન્સી માર્કેટ ઉદ્યોગ સાહસિકોને સગર્ભાવસ્થા-સંબંધિત ઉત્પાદનો અને સેવાઓ માટે જરૂરી કુશળતા અને જ્ઞાનથી સજ્જ કરશે  તેમ જ ગર્ભ સંસ્કારના વિશિષ્ટ ક્ષેત્રમાં આંતરદ્રષ્ટિ પ્રદાન કરશે, જે ઉદ્યોગસાહસિકોને આ ક્ષેત્રમાં નવીન સાહસો કરવા માટે સક્ષમ બનાવશે.

આ અંગે વધુ જણાવતાં “AADEE ગર્ભસંસ્કાર એપ”નાં CEO અને ફાઉન્ડર આશા વઘાસિયાએ કહ્યું હતું કે   ગર્ભસંસ્કાર ક્ષેત્રમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે AADEE અને CED વચ્ચે થયેલા આ જોડાણ કરતા અમે આનંદિત છીએ. આ ભાગીદારી ઉદ્યોગસાહસિકો માટે આશાસ્પદ પ્રેગ્નન્સી માર્કેટમાં ઉત્કૃષ્ટ બનવાના નવા રસ્તાઓ ખોલે છે. અમે આ MOU દ્વારા લગભગ 1000 ઉદ્યોગસાહસિકોને તાલીમ આપીશું. આ સંયુક્ત પ્રયાસ મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકો માટે સહાયક ઇકોસિસ્ટમ બનાવશે, તેમના વ્યવસાયિક સપનાને સાકાર કરવામાં સુવિધા આપશે.