ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં બાયોકેમ USA અને રાજ્ય સરકારના ઊદ્યોગ વિભાગ વચ્ચે દહેજ પી.સી.પી.આઇ.આર.માં વિશાળ બાયો રીફાઇનરી નિર્માણ માટેના MOU સંપન્ન થયાં હતાં.
બાયોકેમના યોગી સરીન અને ઊદ્યોગના અગ્ર સચિવ એમ. કે. દાસે આ MOU પર હસ્તાક્ષર કર્યા હતા. અંદાજે રૂ. 3૦૦૦ કરોડના રોકાણથી આ પ્લાન્ટ આકાર પામવાનો છે અને 2૦૦૦ જેટલી નવી રોજગારીની તકોનું સર્જન થવાનો અંદાજ છે.
આ એમ.ઓ.યુ. અન્વયે દહેજ પી.સી.પી.આઇ.આર.માં વાર્ષિક 10 લાખ ટન કોર્ન અને 3 લાખ ટન બાયો માસ ઉત્પાદનનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે જેમાં પ્રોટિન ફીડ ફોર એનીમલ્સ, બાયોફયુઅલ ઇથાનોલ, ઇડેબલ કોર્ન ઓઇલ અથવા બાયોડિઝલનું ઉત્પાદન થવાનું છે.
આ પ્લાન્ટ ઝિરો લીકવીડ ડિસ્ચાર્જ પ્લાન્ટ હોવાને કારણે પર્યાવરણ જાળવણી થશે. બાયોફયુલ પ્રોજેકટ 24 થી 3૦ મહિનામાં કાર્યરત થશે તેમજ ખેડૂતોની આવકમાં પણ આ પ્રોજેકટ વૃધ્ધિકારક બનશે. એટલું જ નહિ રાજ્ય અને દેશના G.D.P માં પણ વધારો થશે.
આ MoU સાઇનીંગ વેળાએ નાણાના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ, ઊદ્યોગ કમિશનર મમતા વર્મા, ઇન્ડેક્ષ્ટ-બી ના એમ.ડી. રાજકુમાર બેનિવાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.