IIMAમાં યોજાઈ ડિજિટલ ઇનોવેશન સમિટ, 24 સ્ટાર્ટઅપ્સ શોર્ટલિસ્ટ

અમદાવાદઃ ગુજરાતના ફિનટેક ઉદ્યોગોના લાભાર્થે ડિજિટલ ઈનોવેશન સમીટ શરુ થઈ ગઈ છે. આ સમીટ સ્ટાર્ટ-અપ્સ માટે તેમના ઈનોવેશન્સ દર્શાવવાનું પ્લેટફોર્મ છે અને તેનો ઉદ્દેશ બેંકના હવે પછીના વિકાસના તબક્કાને વેગ આપવાનો છેં.

સેન્ટર ફોર ઈનોવેશન, ઈનક્યુબેશન એન્ડ આંત્રપ્રિનિયોર્શીપ (સીઆઈઆઈઈ), આઈઆઈએમ, અમદાવાદ ખાતે યોજાયેલ આ સમીટમાં એચડીએફસી બેંકના ટોચના મેનેજમેન્ટ, સીઆઈઆઈઈના પ્રતિનિધિઓ અને 91સ્પ્રીંગબોર્ડની બનેલી જ્યુરીએ 151 અરજીમાંથી 24 સ્ટાર્ટ-અપ્સ શોર્ટલીસ્ટ કર્યા છે. જ્યૂરીએ પસંદ કરેલા 3 વિજેતાઓને એચડીએફસી બેંકમાં તેમનાં સોલ્યુશન્સ લાગુ કરવાની તક મળશે.

નિર્ધારિત કરાયેલા સ્ટાર્ટ-અપ્સને, ગ્રાહકો માટે સજ્જ પ્રોડક્ટ તૈયાર કરવામાં સહાય કરાશે. તે પોતાના ડોમેઈનની નિપુણતાનો ઉપયોગ કરીને સ્ટાર્ટ-અપનું ગ્રાહક અનુભવ અંગે મેન્ટરીંગ કરશે. અન્ય ડોમેઈનની તુલનામાં બજાર સુધી પહોંચવાનો સમય અને ખર્ચ ઘટાડશે. આથી ઉદ્યોગસાહસિકોને પોતાના આઈડિયાઝ રિયલ વર્લ્ડ સમક્ષ ચકાસવા માટે બેંકનું પ્લેટફોર્મ અને નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવી શકશે.

મોબાઈલ બેંકીંગ, કસ્ટમર એક્સપિરીયન્સ, સાયબર સિક્યોરિટી, સોશ્યલ બેંકીંગ, પેમેન્ટસ, બ્રાન્ચ ઓટોમેશન અને સંચાલનની કાર્યક્ષમતા જેવા ક્ષેત્રોમાં ઈનોવેટિવ આઈડિયાઝનો અમલ કરવામાં આવશે. ડીઆઈએસની ગત બે સમીટ સ્ટાર્ટઅપની ઓળખ કરીને સ્ટાર્ટઅપ અને ફિનટેકની ઓળખ કરાઈ હતી કે જે એઆઈ, એમએલ, ઓટોમેશન, ઈન્ટરનેટ ઓફ થીંગ્ઝ અને ઈમર્જીન્ગ પેમેન્ટ જેવા ક્ષેત્રોમાં કામ કરતાં હતાં.

 ઉલ્લેખનીય છે કે એકંદરે 150 ઉદ્યોગસાહસિકોએ આ સમીટમાં ભાગ લેવા માટે અરજી કરી હતી. તેમના ઈનોવેશન્સ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (એઆઈ), મશીન લર્નીંગ (એમએલ), એનાલિટીક્સ અને રોબોટિક પ્રોસેસ ઓટોમેશન વગેરે ક્ષેત્રમાં હતા. આ આઇડિયાઝનું મૂલ્યાંકન કરીને વિશેષ માપદંડોને આધારે જ્યુરીએ તેને શોર્ટલિસ્ટ કર્યા હતા.

એચડીએફસી બેંકના અધિકારી નીતિન ચુઘે આ પ્રસંગે જણાવ્યું કે ગુજરાતમાં ડીજીટલ ઈનોવેશન સમીટ યોજવાનો હેતુ વિશ્વના અદ્યતન ટેકનોલોજીકલ સોલ્યુશન્સ તેમની સમક્ષ મૂકવાનો છે. અમને વિશ્વાસ છે કે આ પ્લેટફોર્મ મારફતે અમે સક્ષમ ફિનટેક ઉદ્યોગસાહસિકો ઓળખી કાઢીને નવો ચીલો પાડતાં ઈનોવેશન ઉપર કામ કરીને તેમની સાથે ભાગીદારી કરીશું.

આ સમીટમાં આઈઆઈએમ, અમદાવાદ ખાતેની બેંકની પાર્ટનર સેન્ટર ફોર ઈનોવેશન, ઈન્ક્યુબેશન અને આંત્રપ્રિનિયોર્શીપ (સીઆઈઆઈઈ) બેંકને તેના ઈન્ક્યુબેશન અને આંત્રપ્રિનિયોર્શીપ સેલ માટે પાયાના તબક્કામાં હોય તેવા સક્ષમ ફીનટેક આઈડિયાઝ પસંદ કરવામાં સહાય કરશે. પાયાના સ્તરે કામ કરતી 91સ્પ્રીંગબોર્ડ સમીટના બેંક પાર્ટનર તરીકે પ્રારંભિક તબક્કામાં રહેલા આશાસ્પદ સ્ટાર્ટ-અપ્સને પારખીને તેમને પરિવર્તનકારી તબક્કામાં લઈ જશે. બેંકે પણ સ્ટાર્ટઅપ ઈન્ડિયા સાથે હાથ મિલાવીને પોતાના ઓનલાઈન પ્લેટફોર્મને ફીનટેક ક્ષેત્ર સુધી પહોંચાડવાનો લાભ આપવાનો અને ઈનોવેટીવ આઈડિયા પ્રાપ્ત કરીને સક્ષમ એપ્લિકેશન અને તેના અમલ શરૂ કર્યો છે.

ભારતના વિવિધ ભાગોમાંથી અલગ અલગ ફિનટેક આંત્રપ્રિનિયોરની ઓળખ કરાશે અને ડિજિટેશન ઈનોવેશન સમીટનું આયોજન દેશના વિવિધ શહેરોમાં કરવામાં આવશે. અમદાવાદ એવું પ્રથમ શહેર છે કે જ્યાં ડિજિટલ ઈનોવેશન સમીટ યોજાઈ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]