અમદાવાદ, 23 નવેમ્બર 2022: ‘અભિવ્યક્તિ-2022’માં આ વર્ષે અલગ અલગ પ્રકારની થીમ રજૂ કરવામાં આવી રહી છે. જાણીતા આર્ટીસ્ટો દ્વારા એમની અનોખી આવડત સાથે તેમની ભાવના, અનુભવો અને પરિપ્રેક્ષ્યને આર્ટના માધ્યમથી – સામાજીક-રાજકીય સમસ્યાઓને પ્રેક્ષકોની સમક્ષ રજૂ કરવામાં આવી રહી છે.
આલ્બર્ટ જેકોબે તેમની ચિત્રો દોરવાની પ્રેક્ટીસ દ્વારા એક સમાન પણે મુક્ત રજુઆતને અવરોધિત કરતાં ઈન્સ્ટીટ્યુશન અને ઓથોરીટીને સવાલ પૂછવાની અને રી-થિંકિંગ કરવાની સંભાવનાઓને ઉઘાડવાનો પ્રયાસ કર્યો છે. તેમની પ્રેક્ટિસમાં તેઓ દ્વારા રજૂ થતાં ઈમેજીસમાં મુખ્યત્વે તેમના દ્વારા વંચાયેલા સાહિત્ય અને ટેક્સ્ટની છાપ જોવા મળે છે. ફેસ્ટીવલમાં તેમના દ્વારા રજુ કરવામાં આવેલા ડ્રોઈંગ અને બુક આર્ટિસ્ટ દ્વારા કરવામાં આવતી આર્ટની પ્રેક્ટિસને રજૂ કરે છે. હિંસા, જોર જુલમ અને શારીરિક માનસિક ત્રાસને દર્શાવતી ઈમેજીસ પાવર અને સત્તાની વાર્તાનું ચિત્રણ કરે છે.
હિરલ ચોધરી કે જે યુવા શિલ્પકાર છે તેમની આર્ટમાં પ્રેક્ટિસમાં સામાન્યત: માઈગ્રેશનની કલ્પના દેખાય છે. અભિવ્યક્તિમાં તેમના દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રસ્તુતિ તેમના અને જીવનના અનુભવોની અભિવ્યક્તિ રજૂ કરે છે. તેઓ નાનકડા ગામથી અમદાવાદ જેવા મોટા શહેરમાં તેમના સ્થાનાનતર અને તેમ કરતાં અનુભવેલા સંઘર્ષનું અને જીવન અનુભવનું તાદર્શ ચીતરણ રજૂ કરે છે. તેમનું પોતાનું આ સ્થાનાંતર પણ સરળ નહોતું પોતાના ગ્રામ્ય જીવનશૈલી અને કોસ્મોપોલિટિન સિટી વચ્ચે તેઓએ સતત સંતુલન જાળવવાનો પ્રયાસ કરતાં રહ્યા. એક તરફ તેમની એક સાદું, સંતોષી અને ખુશહાલ જીવન જીવતા ગ્રામજનોની કલ્પના અને બીજી તરફ સંઘર્ષ અને નિરંતર દોડતા અને ભાગતા અને પોતાની ભૂખને માટે લડતા શહેરીજનોની કલ્પના તેમના કામમાં ભાવના અને સંવેદનાના મિશ્રણ સ્વરૂપે ઝળકે છે. વિરોધાભાષી પૃષ્ઠભૂમિ પર ગ્રામીણ પાત્રોની રજૂઆત કરી બે અલગ પાત્રોની રજૂઆત કરવામાં આવી હતી.
વિશ્વા કુંભાણી એ શિલ્પકાર અને ખેડૂત પુત્રી છે. તેમના દ્વારા રજૂ કરવામાં આવેલ “ખેડૂતની સ્મૃતિ” (અ મેમરી ઓફ અ ફાર્મર) એ તેનીના મુખ્ય કામ પર આધારિત છે. તેમના પિતા તેમજ તેમના દાદા દ્વારા મગફળીનું વાવેતર કરવામાં આવતું રહ્યું છે અને તે જ કારણે તેમના કામમાં પણ મગફળી પ્રમુખ રૂપે ઝળકે છે. તેમના કાર્યોમાં અનેક વાર તેમના દાદા અને પિતા પ્રત્યેનો તેમનો અહોભાવ ઝલકતો જોવા મળે છે.
વૈદેહી સાડીવાલા કે જેઓ એક વિઝ્યુલ આર્ટ પ્રેકટીસનર અને શિલ્પકાર છે તેમણે દીપકનાથ યોગીની સાથે મળી અભિવ્યક્તિમાં પપેટ શો (કઠપૂતળી) માધ્યમથી સમાજમાં પ્રવર્તતા જેન્ડર અને જાતિના ભેદભાવને હ્યુમર અને વ્યંગના માધ્યમથી રજુ કર્યા છે. અભૂના નામથી રજૂ કરાયેલ સ્ટોરીનો મુખ્યભાગ સરમુખત્યારશાહીના પ્રવેશની આસપાસ ફરે છે. એક એવો પ્રદેશ કે ત્યાના મૂળ નિવાસીઓ ગેબી રીતે ગાયબ થઈ જાય છે અને ત્યાં સરમુખત્યાર પોતાના ઝંડા લગાવી દે છે. આ અંધાધૂંધીની વચ્ચે એક કપલ પોતાના બાળકને ઉછેરે છે વૈદેહી પોતાના અલગ વિચાર વડે યુવાનીના ચશ્મા વડે આધુનિક સમાજ, મૂડીવાદિ અર્થતંત્ર, વિકસતી તકનીક અને અપરાધ, વૈમનસ્ય અને અસુરક્ષાની ભાવનાને જોવે છે તો બીજી તરફ દિપકના પ્રયાસો ક્યારેક અર્ધજાગૃત અથવા જાણે બે લાગણીઓની વચ્ચે ચાલતા હોય તેવા દેખાય છે. તેઓએ સાથે મળીને એક પ્રાભાવશાળી વાર્તાનું નિર્માણ કર્યું છે.
આર્ટીસ્ટ પૂર્વી શર્મા તેમની આસપાસના જગ્યામાં વિઝ્યુલ ક્રિએટ કરે છે. તેણીના ફેસ્ટિવલમાં રજૂ કરાયેલ વર્ક દ્વારા તેણીએ એ પ્રશ્નોમાં ડૂબકી લગાવવાનો પ્રયાસ કર્યો છે કે કેવી રીતે હસ્તક્ષેપ અને આત્મિયતા વડે નવા પાસાઓને ઉઘાડી શકાય. તે અલગ અલગ પાસાઓ અને સંદર્ભોને જાણવામાં રસ ધરાવે છે.અભિવ્યક્તિમાં મુલાકાતીઓને સંવાદ કરવા માટે અને ભૌતિક વસ્તુઓ લઈ જવા કે તેમાં ઉમેરો કરવા માટે આમંત્રે છે. આ કલ્પના સાથે તેણીએ તે જગ્યા અને ઓર્ગેનિક સ્વરૂપની ગોઠવણ દ્વારા રચનાને પ્લેફૂલ બનાવવાનો પ્રયાસ કર્યો છે.
અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ પ્રોજેક્ટ એ ટોરેન્ટ ગ્રુપના મહેતા પરિવારના UNM ફાઉન્ડેશનનો ઉપક્રમ છે. અને આર્ટને અમદાવાદના સામાજિક તાણવાણામાં પરોવવાની કલ્પના ધરાવે છે જે ફ્રી એન્ટ્રી સાથે સ્થળની અને ફીઝીકલ કે ઇંડીવીઝ્યુયલ થ્રેશહોલ્ડ અને સામાજિક કે આર્થિક મર્યાદાઓ વગર કળા સુધી સહુની પહોંચને શક્ય બનાવવાની કલ્પના ધરાવે છે.
અભિવ્યક્તિમાં નૃત્ય, સંગીત, ચિત્ર, ફોટોગ્રાફી, ઈન્સ્ટોલેશન અને થિએટર સાથે અનેકવિધ કલા સ્વરૂપો શામેલ છે. અભિવ્યક્તિનો ઉદ્દેશ્ય અમદાવાદના શહેરીજનો સુધી આંતરરાષ્ટ્રીય ગુણવત્તાની આર્ટ અને કળા લાવવાનો છે અને તે પણ શહેરીજનોના કોઈપણ ખર્ચ વિના!
અભિવ્યક્તિની આ ચોથી એડીશન 27 નવેમ્બર 2022 સુધી ચાલશે. કલા રસિકો ઇવેંટના સ્કેડ્યુલ માટે www.abhivyaktiart.org પર લૉગઇન કરી શકે છે. પ્રવેશ નિ:શુલ્ક છે.