અમદાવાદ– શહેરમાં આજે સેક્ટર ટુ ઝોનમાં પોલિસનો ભારે ધમધમાટ જોવા મળ્યો હતો. સેક્ટર ટુ ઝોનમાં પોલિસ દ્વારા એક મેગા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. જેમાં 240 હોટેલ-ગેસ્ટહાઉસમાં તપાસ કરવા 50 ટીમ કામે લાગી હતી.સેક્ટર ટુના એડિશનલ પોલિસ કમિશનરના સુપરવિઝનમાં શહેર પોલિસ સ્ટેશનની અલગઅલગ 50 ટીમો બનાવીને હોટેલ-રેસ્ટહાઉસીસમાં ચલાવાયેલાં મેગા સર્ચ ઓપરેશનથી અનૈતિક પ્રવૃત્તિઓ ચલાવનારાઓમાં સોપો પડી ગયો હતો.જાણવા મળ્યાં પ્રમાણે આ સર્ચમાં પ્રોહિબિશનના અનેક કેસ કરવામાં આવ્યાં છે.
કેટલાક સ્થળ પર અનૈતિક પ્રવૃત્તિઓની મળતી ખબર પ્રમાણે કાર્યવાહી કરીને સત્યતા તપાસવા બાદ કાયદેસર કાર્યવાહી કરવાની કામગીરી હાથ પર ધરાઇ હતી.
પોલિસે આજેપણ કુબેરનગર, છારાનગર, નરોડા પાટીયામાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું ઉપરપાંત લિસ્ટેડ બૂટલેગરોના સ્થળો પર પણ તપાસ કરવામાં આવી હતી. પોલિસે આ કાર્યવાહીમાં નંબરપ્લેટ વિનાના વાહનો જપ્ત કરી લીધાં હતાં.