અમદાવાદઃ ગુજરાતનાં ચાર મોટાં શહેરો- અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં આગામી ત્રણ દિવસ સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કોરોનાના કેસ વધીને 29 થતાં સાવચેતીરૂપે આ શહેરોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. અમવાદમાં 25 માર્ચ સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે. નરોડા-જીઆઇડીસી, ટેક્સટાઇલ પ્રોસેસ હાઉસ, નારોલ ગારમેન્ટ ઉત્પાદકો અને ડાયસ્ટફ ઉત્પાદકોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. નરોડા જીઆઇડીસીના 1,300 યુનિટ પણ 25 માર્ચ સુધી બંધ રાખવા આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. જોકે આ યુનિટોમાં કામ કકરતા કામદારોના પગાર નહીં કાપવાની પણ સૂચના આપવામાં આવી છે.
અમવાદમાં કોરોના કેસ વધીને 13 થયા
અમદાવાદમાં કોરોનાના કુલ 13 કેસ નોંધાયા છે. અમદાવાદમાં જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્વાયહી કરવામાં આવશે. વડોદરામાં છ કેસ નોંધાયા છે. આ સાથે સુરત અને ગાંધીનગરમાં ચાર-ચાર કેસ નોંધાયા છે. રાજકોટ અને કચ્છમાં એક- એક કેસ નોંધીયો છે.
અમદાવાદમાં ખાડિયાના 40 લોકો સામે એફઆઇઆર નોંધાયો
અમદાવાદમાં જનતા કરફ્યુ દરમ્યાન સાંજે પાંચ વાગ્યે ખાડિયા વિસ્તારમાં લોકોએ એક સરઘસ કાઢીને થાળી વગાડી હતી. આ દરમ્યાન લોકોએ ગરબા પણ રમ્યા હતા. આ લોકો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસે પાંચ જણની ધરપકડ કરી હતી. આ સરઘસની મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ નોંધ લીધી હતી અને તેમના થાળી સરઘસને વખોડી કાઢી હતી.
પોલીસ ફોર્સ ઉતારાશે
અમદાવાદના રસ્તા પર ફરતા લોકો મામલે મ્યુનિશિપલ કમિશનર વિજય નહેરાએ પોલીસ કમિશન આશિષ ભાટિયા સાથે વાત કરી છે. લોકોને માર્ગ પરથી દૂર કરવા માટે પોલીસ ફોર્સ ઉતારવા જણાવ્યું છે. લોકોને સમજાવવામાં આવશે અને નહીં સમજે તો તેમની સામે કડક કાર્યવાહી કરવા પણ પોલીસ ફોર્સને જણાવવામાં આવ્યું છે.
દફનાળા સર્કલ પાસે પોલીસ દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું
દફનાળા સર્કલ પાસે પોલીદ દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું છે. એરપોર્ટથી શહેરમાં પ્રવેશતા અને અમદાવાદથી ગાંધીનગર તરફ જતા લોકોને રોકવામાં આવી રહ્યાં છે. સમગ્ર દિવસ દરમિયાન પોલીસ દ્વારા લોકડાઉન કરવામાં આવશે.