મુંબઈઃ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂપિયા 200 કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિગ કરાવ્યુ છે. મુખ્ય મંત્રી બેલ રીંગિંગ સેરેમનીથી ગ્રીન બોન્ડનું BSEમાં લિસ્ટિંગ કરાવ્યું હતું. અમદાવાદ મહાનગરપાલિકાએ આવા ગ્રીન બોન્ડ લિસ્ટિંગ કરનારી રાજ્યની પ્રથમ મહાનગરપાલિકા બની છે.
અમદાવાદ મહાનગરપાલિકાએ આવા ગ્રીન બોન્ડ લિસ્ટિંગ કરનારી રાજ્યની પ્રથમ મહાનગરપાલિકાનું ગૌરવ પણ મેળવ્યું છે. અમદાવાદ મહાનગરમાં સાતત્યપૂર્ણ અને પર્યાવરણ સંતુલન સાથેના વિકાસ પ્રોજેક્ટ ગ્રીન પ્રોજેક્ટ માટે આ ગ્રીન બોન્ડ ઉપયુક્ત બનશે. અમદાવાદમાં સુએજ ગટરના પાણીનું શુદ્ધીકરણ કરીને ઉદ્યોગોને વપરાશ માટે આપવા ગ્રીન એનર્જી ઉત્પાદન તથા ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સહિતના વિવિધ ગ્રીન પ્રોજેક્ટમાં અસરકારક કામગીરી માટે આ બોન્ડ ઇસ્યુ બહાર પાડવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ₹200 કરોડના ગ્રીન બોન્ડના બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. ગુજરાતમાં સૌપ્રથમ AMC દ્વારા આ પ્રકારના ગ્રીન બોન્ડ બહાર પાડવામાં આવ્યા છે, જે થકી એકત્રિત નાણાનો ઉપયોગ શહેરમાં ઈકો-ફ્રેન્ડલી ગ્રીન… pic.twitter.com/IbWGUYnrus
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 8, 2024
અમદાવાદ સસ્ટેઇનેબલ સિટી ડેવલપમેન્ટ અન્વયે સુએજ વોટરનું શુદ્ધીકરણ કરી ઉદ્યોગોને આપવા ગ્રીન એનર્જી ઉત્પાદન અને ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સહિતના ગ્રીન એન્વાયરમેન્ટ પ્રોજેક્ટના અસરકારક અમલ માટે બોન્ડના નાણાંનો સુઆયોજિત ઉપયોગ કરવામાં આવશે. રૂ. 200 કરોડના ગ્રીન બોન્ડની રકમ સામે રૂ.1360 કરોડનું ભરણું ભરાયું હતું. પ્રાપ્ત થતી માહિતી અનુસાર બોન્ડ ઇશ્યુઅર AMC દ્વારા રોકાણકારને ચૂકવવામાં આવનાર વ્યાજ 7.9 ટકાના દરે નક્કી કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો 200 કરોડનો ગ્રીન બોન્ડ 13.60 ગણો ભરાયેલો છે.