ક્ષત્રિયો ફરી એકમંચ પર આવશે, અમદાવાદમાં યોજાશે મહાસંમેલન

સુરત: આજે ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત સુરત પ્રવાસે આવ્યા હતા. ત્યારે તમને પત્રકારો સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન ભાજપ પર તેમણે ફરી એકવાર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત સરકાર વિરુદ્ધ ફરીથી તેઓ મેદાનમાં ઉતારવાની ચીમકી પણ આપી હતી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ ખાતે મહાસંમેલનનું આયોજન કરીને સમાજને એકત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે. ભાજપ સરકારને જવાબ આપવા માટે ક્ષત્રિય એકતા મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જે 22 ડિસેમ્બર 2024ના રોજ અમદાવાદ ખાતે યોજવાની માહિતી રાજ શેખાવત દ્વારા આપવામાં આવી હતી.

ક્ષત્રિય કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે જણાવ્યું કે “આ ક્ષત્રિય સમાજના મહા સંમેલનમાં ગરાસદાર, કાઠી, કારડીયા, નાડોદા, હાટી, મહિયા, જાગીરદાર અને ઠાકોર વગેરે ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે અને કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ તમામ સ્ત્રીઓને એક મંચ પર લાવીને સંપૂર્ણ ભારત વર્ષની રાજનૈતિક પાર્ટીઓને ક્ષત્રિય સમાજની એકતાનું પ્રદર્શન કરી ક્ષેત્રાણીઓની અસ્મિતા પર કરવામાં આવેલી નીંદનીય ટિપ્પણી, સ્વાભિમાનનું પ્રતિક એવી કેસરી પાઘડી પર કરવામાં આવેલો પ્રહાર અને પાર્ટીના આગેવાનો દ્વારા વ્યાપાર પર થયેલા પ્રહારનું લોકશાહી ઢબે જવાબ આપવા માટે આ સંમેલન યોજાશે.” વધુમાં કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે જણાવ્યું કે પુષ્પા 2 મુવીમાં એકપાત્રને ભૈરવ સિંહ શેખાવત નામ આપવામાં આવ્યું છે. આ પાત્રને ખૂબ જ ખરાબ રીતે દર્શાવવામાં આવ્યું છે જેના કારણે ક્ષત્રિયોનો અપમાન થઈ રહ્યું છે પ્રોડ્યુસર અને ડિરેક્ટર દ્વારા પાત્રનું નામ શેખાવત તરીકે ઉપયોગમાં લેવાયું છે. જેને કારણે કરણી સેનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુવીના ડાયરેક્ટર અને પ્રોડ્યુસરને દેખાશે ત્યાં મારીશું અને ઘરમાં ઘૂસીને પણ વિરોધ કરીશું. અમને મુવી નો કોઈ વિરોધ નથી પરંતુ જે પાત્રનું નામ છે તેને તાત્કાલિક હટાવવામાં આવે.