સુરતમાં એક જ દિવસમાં 34 રિક્ષાચાલકો કોરોના સંક્રમિત

સુરતઃ રાજ્યના સુરત જિલ્લામાં એક ખાસ ઝુંબેશ હેઠળ કોવિડ-19 સંબંધી તપાસમાં એક જ દિવસમાં કમસે કમ 34 રિક્ષાવાળા કોરોના સંક્રમિત માલૂમ પડ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે સુરતમાં હાલમાં જ કોવિડ-19ના કેસોમાં વધારો નોંધાયો છે અને સોમવારે અહીં 429 નવા કેસો નોંધાયા છે. તેમણે કહ્યું હતું કે રિક્ષાચાલકો, શાકભાજી વેચતા ફેરિયાઓની કોરોનાની તપાસ કરવામાં આવે છે. જે સંક્રમિત માલૂમ પડે તેમને હેલ્થ કાર્ડ આપવામાં આવે છે. સુરત મહાનગરપાલિકના કમિશનર બીએન પાણીએ પત્રકારોને કહ્યું હતું કે સોમવારે કમસે કમ 34 રિક્ષાચાલકો કોરોના સંક્રમિત માલૂમ પડ્યા હતા.

તેમણે લોકોને રિક્ષામાં પ્રવાસ કરતી વખતે માસ્ક પહેરવાની ખાસ અપીલ કરી હતી, શહેરમાં સંક્રમણની શૃંખલાને તોડવા માટે મનપાએ બજારોમાં વેપારીઓની કોરોનાની તપાસ કરવાની શરૂઆત કરી હતી. શહેરમાં કોરોનાના કુલ 45,182 કેસો નોંધાયા છે, જેમાં 42,544 લોકો સંક્રમણ મુક્ત થઈ ચૂક્યા છે. અહીં કોરોનાને લીધે 862 લોકોનાં મોત થયાં છે.

 

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]