બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ખરાખરીનો રાજકીય ખેલ જામવા જઈ રહ્યો છે. આ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે. જ્યારે ભાજપે ફરી સ્વરૂપજી ઠાકોરની પસંદગી કરી છે. નોંધનિય છે કે સાંસદ ગેનીબેન ઠાકોરના કાકાએ ભાજપને સમર્થન આપ્યું છે. અપક્ષમાંથી જે ફોર્મ ભર્યુ હતુ તે આજે પરત ખેચ્યું છે. ભુરાજી ઠાકોરે ભાજપને સમર્થનની જાહેરાત કરી છે.
બનાસકાંઠાના વાવની પેટાચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. ત્યારે ભાજપ કોંગ્રેસ પોતાના ઉમેદવારોની જાહેર કરી ચૂક્યા છે. અને આજે પેટાચૂંટણીને લઇ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. અને અપક્ષથી ચૂંટણી ફોર્મ ભેરલા ઉમેદવાદ ભૂરાભાઈ ઠાકોર આજે સુઈગામ ખાતે ઉમેદવારી પરત ખેંચવા પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભૂરાભાઈ ઠાકોરે પોતાના સમર્થન ભાજપને આપ્યુ છે અને પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે. બનાસકાંઠામાં વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર સામે તેમના જ કાકા ભુરાજી ઠાકોરે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. આ સમાચાર વાયુવેગે પ્રસરી ગયા પછી ઠાકોર સમાજમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે કારણ કે, કોંગ્રેસ અને ગેનીબેનનો ગઢ કહેવાતી વાવ બેઠક પરથી ગેનીબેનના પરિવારના સભ્યે જ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
આપને જણાવી દઈએ કે વાવ વિધાનસભા વિસ્તારમાં કુલ 310681 મતદારો નોંધાયા છે. જેમાં 161293 પુરુષ તથા 149387 સ્ત્રી મતદારો અને 01 અન્ય મતદારનો સમાવેશ થાય છે. વાવ વિધાનસભા બેઠક માટે 13 નવેમ્બરના રોજ મતદાન યોજાશે.