ગુજરાતમાં તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે. હાલ રાજ્ય સહિત દેશમાં ગણેશ ચતુર્થીનો મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ ઉપરાંત આગામી સમયમાં ગુજરાતનો સૌથી મોટા તહેવારો માનો એક નવરાત્રીનો મહોત્સ શરૂ થવાનો છે. નવરાત્રી દરમિયાન કોઇ અઘટિત ઘટના ન બને એ માટે શહેરના આયોજકો દ્વારા અત્યારથી તમામ પ્રકારના આયોજન કરવામાં આવતા હોય છે.
રાજકોટમાં મોટા મોટા સમૂહો દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરાય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટમાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કેટલાક ગરબા આયજકો દ્વારા નવરાત્રીમાં પ્રવેશ માટે આધારકાર્ડ ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે. મળતી માહિતી અનુસાર રજકોટના સુપ્રસિદ્ધ નવરાત્રિ આયોજક સહિયર ગ્રુપના આયોજકો દ્વારા આ વર્ષે ટિકીટ સાથે પોતાનું આડી પ્રુફ બતાવવું ફરજિયાતનો નિર્ણય કર્યો છે. આ અગાઉ રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટનાને લઈ આ વર્ષે તમામ સુરક્ષા પ્રબંધને લઈ વધુ તકેદારી રાખવામાં આવશે. આ અગાઉ પણ રાજકોટ સુરક્ષા બંદોબસ્તને લઈ ચર્ચામાં રહ્યું છે. આ અગાઉ 27 મેના રોજ રાજકોટમાં અગ્નિકાંડ થયો હતો. જેમાં 27 માસુમ લોકોના જીવ હોમાયા હતા. આ ઉપરાંત આ ઘટના બાદ તંત્રની સજડ આંખ ખુલી હતી. સાતમ આઠમના મેળાને લઈ ને પણ તંત્રની કડકાય જોવા મળી હતી.