“કારકિર્દી કાર્નિવલ ટોક ૨૦૨૩” યુપીએસસીની કરો આ રીતે તૈયારી

સમગ્ર ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં યુપીએસસી ઉમેદવારોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેથી, ઝેડ-કેડ ફાઉન્ડેશન, લિબર્ટી કેરીઅર એકેડેમી તથા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના સંયુક્ત સહયોગથી ૪ જૂન, ૨૦૨૩ના રોજ “કારકિર્દી કાર્નિવલ ટોક – ૨૦૨૩”નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં યુપીએસસી ફ્રેટરનિટી પેનલ કેતન ગજ્જર, કુ. ઈશાની પંડયા,  ઉત્સવ પરમાર,  સફીન હસન, હિરેન બારોટ, ડંકેશ ઓઝા,  જગદીશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આરજે કૃતાર્થ, રેડિયો મિર્ચી દ્રારા આ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું  હતું. નિષ્ણાતોએ તેમની આખી સફર અને કેવી રીતે તૈયારી કરી હતી, પરીક્ષામાં સફળતા કેવીરીતે મેળવી, તેઓએ તેમના ઈન્ટરવ્યુ કેવી રીતે ક્લીયર કર્યા અને પોતપોતાના ક્ષેત્રમાં ઓફિસર બનવાનો તેમનો અનુભવ રજુ  કર્યો હતો.

અમદાવાદના ઇન્વેસ્ટિગેશન વિંગના ડેપ્યુટી ડાયરેક્ટર કહ્યું કે તાર્કિક વિચારો અને તર્ક વિકસાવવામાં અને જટીલ પ્રશ્નોને સમજવામાં વાંચન મહત્વની ભૂમિકા ભજવે છે. દરેકનો અભિપ્રાય સાંભળો, પણ તમને તમારા માટે જે યોગ્ય લાગે તે કરો.” જયારે કોર્પોરેટ અફેર્સ મંત્રાલયના ડેપ્યુટી ડાયરેક્ટર ઇશાની પંડયાએ કહ્યું કે, “યુપીએસસી પરીક્ષાની તૈયારીએ મને આકર્ષિત કરેલી અને આ તૈયારીની સફર રસપ્રદ છે.

દૂરદર્શનના ડેપ્યુટી ડિરેક્ટર ઉત્સવ પરમારે કહ્યું એવરેસ્ટ સર કરવા અને જીવનમાં સફળતા મેળવવા માટે દરેક વ્યક્તિની પોતાની ઊંચાઈ હોય છે. આપણે આપણી સરખામણી અન્ય લોકો સાથે ન કરવી જોઈએ. જયારે અમદાવાદ શહેર (પૂર્વ) IPS – CSE 18, DCP સફીન હસને કહ્યું કે,ઇન્ટરવ્યુ દરમિયાન, યાદ રાખો કે તેઓ તમારામાં સારું શોધવા માટે પ્રયાસ કરતા હોય છે, તમારી ખામીઓ માટે નથી. ઓરીજીનલ અર્થાત મૂળ બનો અને જેમ છો તેમ જાઓ.  સુરેન્દ્રનગર જિલ્લા સુપરન્યુમરરી આસિસ્ટન્ટ કલેક્ટર હિરેન બારોટે પોતાની વાત રજૂ કરતા કહ્યું કે “નિબંધ, નીતિશાસ્ત્ર અને વિકલ્પો મુખ્ય પરીક્ષા માટે નિર્ણાયક અર્થાત ગેમ ચેન્જર્સ છે.

લિબર્ટી કેરિયર એકેડમીના સ્થાપક જગદીશ પટેલે કહ્યું કે, જો આપ આપનાં ધ્યેય પ્રત્યે પ્રતિબધ્ધ અને નિર્ધારિત હશો, તો તમે ચોક્કસપણે પ્રાપ્ત કરી શકો છો. પ્રયાસ કરતા રહો, ક્યારેય છોડશો નહીં.” સ્પીપાના સિનિયર ફેકલ્ટી અને ભૂતપૂર્વ,જોઈન્ટ કમિશનર આ વીશે કહ્યું વાંચવાની આદત કેળવો અને આપણે જેટલું વધુ વાંચીએ છીએ તેટલું નવું જાણી અને લખી શકીએ છીએ. આપણી પાસે “હું કરી શકું છું, તેમ નહીં, આપણે કરી શકીએ છીએ” તે વલણ હોવું જોઈએ.