નવી દિલ્હી: હિન્દુ ધર્મમાં જેટલા પણ તહેવારો છે એ તમામને સૌભાગ્ય અને સમૃદ્ધિ સાથે જોડીને ઉજવવામાં આવે છે. આજે તમારી બંધાની પંદગીનો તહેવાર હોળી. આજે ફાગણ મહિનાની પુનમ એટલે કે હોલીકા દહન કરવાનો દિવસ અને આવતીકાલે રંગોનો તહેવાર ઘૂળેટીની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે હોળીના આ ખાસ અવસર પર ગ્રહોમાં પણ 499 વર્ષ પછી ખાસ સંયોગ બની રહ્યા છે.
હિન્દુ પંચાગ અનુસાર આ વખતે ફાગણ મહિનાની પુનમ 9 માર્ચે એટલે કે આજે છે. આ દિવસે કારકિર્દી અને ધન સંપત્તિના કારક માનવામાં આવતા દેવતાઓના ગુરુ બુહસ્પતિ અને ન્યાયના દેવતા શનિ તમેની મૂળ રાશિઓમાં જ રહેશે. જેથી સુખ–સમૃદ્ધિ અને ધન-વૈભવની દ્રષ્ટીએ સારું માનવમાં આવે છે. દેવગુરુ ઘન રાશિમાં અને શનિ મકર રાશિમાં રહેશે. આ અગાઉ ગ્રહોનો આવો સંયોગ 3 માર્ચ 1521માં બન્યો હતો.
આમ તો હોળીના તહેવારને સુખ સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. પણ આ વખતે ગ્રહોનો ખાસ યોગ બની રહ્યો છે જેથી રંગોનો તહેવાર વધુ વૈભવશાળી બની રહેશે. હોળીનો રંગ તમામ લોકોના જીવનમાં ખુશી લાવશે અને હોલીકા દહનથી તમારા તમામ કષ્ટો દૂર થશે.
ભદ્રની છાયામાં હોલીકા દહન કરવું શુભ નથી માનવામાં નથી આવતું. પણ આ વખતે નિશ્ચિંત રહીને હોળીનો તહેવાર મનાવી શકો છો, કારણ કે આ વખતે હોળી પર ભદ્ર નથી લાગી રહ્યો. હોળી પ્રગટાવવાનો શુભ સમય સાંજે 6:32થી 6:50 સુધીનો છે. આ દરમ્યાન સ્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. આ સમયમાં હોલીકા પૂજન કરવાથી આખા વર્ષ દરમ્યાન તમારા ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે.
હિન્દુ પંચાગ અનુસાર, ફાગણ માસમાં શુક્લ પક્ષની આઠમથી પુનમ સુધી હોળાષ્ટક મનાવવામાં આવે છે. આ દરમ્યાન કોઈ શુભ કાર્ય કરવામાં નથી આવતા. માન્યતાઓ અનુસાર હોળી પ્રગટાવ્યા પછી આ અશુભ સમયનું દહન થઈ જાય છે અને ફરીથી તમામ શુભ કાર્ય કરવાનો સમય શરું થઈ જાય છે.