રાજકોટના હિરાસર એરપોર્ટને મળશે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ..

દેશ વડાપ્રધાને સૌરાષ્ટ્રાને હિરાસર એરપોર્ટની ભેટ આપી હતી. આ હિરાસર એરપોર્ટ અવાર નવાર ચર્ચાનું કેન્દ્ર બીદું બનતુ રહ્યું છે. ત્યારે ફરી એક વખત આ એરપોર્ટ ચર્ચામાં આવ્યું છે. હવે ટૂંક સમયમાં હિરાસર એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થવાની શક્યતા છે. આ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર હાલ નવા ટર્મિનલનું કામ ચાલી રહ્યું છે. ત્યાં ઇન્ટરનેશનલ ફ્લાઇટના ઇમિગ્રેશન તેમજ કસ્ટમ માટેના કાઉન્ટર તૈયાર થઈ ચૂક્યા છે. રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર ચોટીલા પાસે હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર નવું ટર્મિનલ બિલ્ડિંગનું કામ હવે પૂર્ણ થવાને આરે છે. પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ દુબઇની શરૂ થાય તેવી શક્યતા છે. જેનો લાભ રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓને મળતા વિકાસની ગતિ તેજ બનશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઇન્ટરનેશનલ ડિપાર્ચરમાં ઈમિગ્રેશનનાં 12, તો અરાઇવલના 16 ટેબલ તૈયાર થઈ ચૂક્યાં છે. ગૃહ મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો છે, આ પત્રમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને ઈમિગ્રેશન ચેકપોસ્ટ તરીકે જાહેર કરવા માટે લખ્યું છે. આ સાથે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને કસ્ટમ્સ એરપોર્ટ જાહેર કરવા માટે ગત જુલાઇ-2024માં નાણા મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રમાં પણ ઇન્ટરનેશનલ અરાઇવલ અને ડિપાર્ચર માટેના 1-1 કસ્ટમ કાઉન્ટર તૈયાર થઈ ચૂક્યાં છે.

હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ફ્લાઇટની ઉડાન માટેનું શેડ્યુલ અગાઉ જાહેર કરાયું છે. જેમાં એક ચાર્ટર્ડ સહિત 16 ફ્લાઇટ ઉડાન ભરશે. હાલ રાજકોટ એરપોર્ટ પરથી દૈનિક 9 સહિત 12 ફલાઇટ ઉડાન ભરી રહી છે. જેમાં અમદાવાદ સહિત દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને સુરતની ફલાઇટ દૈનિક છે. જ્યારે ગોવા અને પુણેની ફ્લાઇટ અઠવાડિયામાં 3 દિવસ ઉડાન ભરી રહી છે. જ્યારે આગામી વિન્ટર શેડ્યુલ એટલે કે 27 ઓક્ટોબરથી 29 માર્ચ દરમિયાન 16 ફ્લાઈટ ઉડાન ભરવાની છે. જેમાં 16માંથી 13 ફ્લાઇટ દૈનિક ઉડાન ભરશે તો પુણે સપ્તાહમાં ત્રણ દિવસ ઉડાન ભરશે. ઉલ્લેખનીય છે કે, આગામી ઓક્ટોબર 2024થી માર્ચ 2025 સુધી સ્ટાર એર એરલાઇન્સ દ્વારા રાજકોટથી અમદાવાદ અને વડોદરા જવા માટે ફ્લાઇટ શરૂ કરવાની મંજૂરી માંગવામાં આવી છે. ઇન્ડિગો દ્વારા હૈદરાબાદની નવી ફ્લાઇટ 16 સપ્ટેમ્બરથી શરૂ કરવા માટે એલાન કર્યું હતું અને નવી બેંગ્લોર બેઝ સ્ટાર એરલાઇન્સ દ્વારા અમદાવાદ અને વડોદરા જવા માટે ફ્લેટ શરૂ કરવા માટેની પ્રપોઝલ મૂકવામાં આવી છે.