હાઈકોર્ટનો નિર્ણયઃ નવા ડોક્ટરોએ સરકારને બોન્ડ આપવા પડશે, સાથે કહ્યું…

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટની બે જજની ખંડપીઠે એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યની સરકારી કે ગ્રાન્ટ-ઈન-એઈડ મેડિકલ કોલેજોમાં મેડિકલનો અભ્યાસ કરનારાં વિદ્યાર્થીઓએ સરકારને બોન્ડ આપવા પડશે. તબીબી અભ્યાસ બાદ 3 વર્ષ સુધી ગામડાંઓમાં ડોક્ટર તરીકે સેવા આપવાનો નિયમ છે. અને જો કોઈ વ્યક્તિ આ નિયમનો ભંગ કરે તો સરકાર વિદ્યાર્થી પાસેથી લીધેલા બોન્ડને એક્ઝિક્યૂટ કરી શકે છે. અન્ડર ગ્રેજ્યુએટ મેડિકલમાં પાંચ લાખ અને પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલમાં વિદ્યાર્થીએ 10 લાખ રુપિયાના બોન્ડ આપવાના હોય છે.

સરકારની આ નીતિ સામે હાઈકોર્ટમાં થયેલી અરજીમાં હાઈકોર્ટના સિંગલ જજે સરકારના નિર્ણયને રદ કર્યો હતો, જો કે હાઈકોર્ટની બે જજની ખંડપીઠે સરકારના આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે.

 

ડોક્ટરી જેવા ઉમદા વ્યવસાયમાં જનારા વ્યક્તિએ લોકસેવાનો પ્રાથમિક પાયો મજબૂત કરવો જરૂરી છે. રૂરલ સર્વિસ એ ડોક્ટરીના વ્યવસાયમાં મહત્વનું પાસું છે. માત્ર પૈસા માટે આંધળી દોટ મૂકવાની ડોક્ટરોએ જરૂર નથીઆ માટે સરકારે બોન્ડ લેવાનો લીધેલો નિર્ણય વાજબી છે, તેવું કોર્ટે મૌખિક અવલોકન કર્યું છે.