સુરતઃ કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસ ટીમ ઇવેન્ટમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર સુરતના રહેવાસી હરમિત દેસાઈને રાજ્યના ગૃહરાજ્યમંત્રી તેમ જ રમતગમત અને યુવા સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ એના ઘરે જઈ અભિનંદન આપ્યા હતા.
સંઘવીની ઉપસ્થિતિમાં હરમિતના ઘરે તેના સન્માનમાં તિરંગો અર્પણ કરી તેના ઘરે શાનથી તિરંગો લેહરાવ્યો હતો અને હરમિતે આ ગોલ્ડ મેડલ તિરંગાને સમર્પિત કર્યો હતો.
રક્ષા બંધનના પવિત્ર પર્વ નિમિત્તે સંઘવી પોતાના મતક્ષેત્ર સુરત ખાતે હાજર રહ્યા હતા. સિટીલાઈટ ખાતે સુરત સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફની બહેનોએ એમને રાખડી બાંધી હતી. સુરત ભારતીય જનતા પાર્ટીની બહેનોએ પણ એમને રાખડી બાંધી હતી.
