અમદાવાદમાં વધતી ટ્રાફિકની સમસ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સંદીપ એન.ભટ્ટેની બેચમાં ટ્રાફિકને લઈ સુનવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનવણીમાં ટ્રાફિકને લઈ હાઈકોર્ટે ટ્રાફિક પોલસનો ઉધડો લીધો હતો. ટ્રાફિકના રૂલ્સના તોડવા માટે પેરામીટરને લઈ હાઈકોર્ટે પ્રેશ્નો કર્યા હતા. હાઇકોર્ટે કહ્યું કે, “ટ્રાન્સપોર્ટ વ્હીકલ નીકળશે તો 10 પોલીસ કર્મી તેને ઘેરીને ઉભા હશે, તેનો શું પર્પસ છે? તમે ટ્રાફિક પોલીસને ટ્રાફિક કંટ્રોલ કરવા માટે રાખી છે કે પછી લો એન્ફોર્સ માટે રાખો છો? લોકોમાં કેવી ઇમ્પ્રેશન પડે.” આ ઉપરાંત હાઈકોર્ટે ટ્રાફિક ડ્રાઈવને લઈ પોલીસને પ્રશ્નો કર્યા હતા.
હાઇકોર્ટે કહ્યું કે, “લક્ઝરી બસ સીટીમાં દિવસે પણ આંટા મારે છે. નોટિફિકેશમાં રાત્રે જ શહેરમાં બસની એન્ટ્રી છે તો પછી દિવસે કેમ ફરે છે. એસટી બસ, લક્ઝરી બસ ગમે ત્યા પાર્ક થાય છે એનું પણ તમને કઇ ધ્યાનમાં આવતું નથી. કોઇ ટુ વ્હીલર પટ્ટાની બહાર ઉભુ કર્યું હશે તો તેને ત્યાંથી ઉપાડી જવાનું પણ આટલી મોટી લક્ઝરી બસ તમને દેખાતી નથી.” પબ્લિક ટ્રાસપોર્ટને લઈ પોલીસને પ્રશ્ન કરતા હાઈકોર્ટે પૂછ્યું રિક્ષા હોય, શેરિંગ જીપ ચાલે છે તેમાં કેટલા પેસેન્જર ભર્યા હોય છે. છોકરાઓની વાન જાય છે તેમાં કેટલા પેસેન્જર ભર્યા હોય છે. સીટિંગ કેપિસીટી છ જણની છે તોય તેમાં આઠ પેસેન્જર કેવી રીતે ભરેલા હોય છે? થોડા સમય પહેલા બાળકો વાનના CNG ટેન્ક બેસી જતા હોય તેવા વિડીયો વાયરલ થાય હતા. આ વિષયને લઈને પણ હાઈકોર્ટે પ્રશ્ને કર્યા હતા.